મુંબઈ:12 ફેલ ફિલ્મના અભિનેતા વિક્રાંત મેસીએ આજે 2જી ડિસેમ્બરે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તે તાજેતરમાં સાબરમતી રિપોર્ટમાં જોવા મળ્યો હતો. જે 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ હતી. નિવૃત્તિની જાહેરાતના દિવસે, પીએમ મોદી અભિનેતાનો ધ સાબરમતી રિપોર્ટ જોવા જશે. પીએમ એ આજે સાંજે જ ફિલ્મ જોવાનું નક્કી કર્યું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ તેમની સાથે ફિલ્મ નિહાળશે.
PM ફિલ્મ ક્યારે અને ક્યાં જોશે?વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા આજે સાંજે 4 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપશે. આ ઓડિટોરિયમ સંસદ ભવનનાં જ પરિસરમાં છે. તમને જણાવી દઈએ કે, PM એ પણ ફિલ્મની રિલીઝ બાદ તેની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'ખૂબ સારું, સારું થયું કે સત્ય બહાર આવ્યું, તે પણ સામાન્ય લોકોની સામે. ખોટી વાર્તા થોડા દિવસ ચાલે પણ સત્ય આખરે બહાર આવે છે.
પીએમએ પણ આ ફિલ્મોના વખાણ કર્યા છે: આ પહેલા પણ વડાપ્રધાને કેટલીક ફિલ્મોના વખાણ કર્યા હતા. 2022માં રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સની પણ પીએમ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર જેવા કલાકારો હતા. આ સિવાય અદા શર્માની ધ કેરલા સ્ટોરી પણ વડાપ્રધાને વખાણ કરી હતી. આ ફિલ્મ 5 મે 2023ના રોજ રિલીઝ થઈ હતી.