ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'પુષ્પા 2'નું નવું ફાયર સોંગ "પીલિંગ્સ", પ્રોમોમાં દેખાઈ અલ્લુ અર્જુન-રશ્મિકાની કેમિસ્ટ્રી - PUSHPA 2

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્ના પુષ્પા 2 ના નવા ગીત પીલિંગ્સમાં તેમના દમદાર ડાન્સથી તેમના ચાહકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે.

'પુષ્પા 2'નું નવું ગીત પીલિંગ્સ
'પુષ્પા 2'નું નવું ગીત પીલિંગ્સ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2024, 10:59 AM IST

મુંબઈ: 'પુષ્પા 2: ધ રૂલ'ના નિર્માતાઓએ 29 નવેમ્બરે ફિલ્મના નવા ગીત પીલિંગનો પ્રોમો રિલીઝ કર્યો છે. દિગ્દર્શક સુકુમારના પ્રખ્યાત સામી સામી બાદ આ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ગીતની બીટ પણ હાઈ એનર્જીવાળી છે. પ્રોમો પરથી અંદાજ લગાવી શકાય છે કે ગીતમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફાયર કેમિસ્ટ્રી જોવા મળશે.

પીલિંગ્સ પ્રોમો રિલીઝ થયો: કોચીમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન પીલિંગ્સના પ્રોમોની ઝલક બતાવવામાં આવી હતી. અલ્લુ અર્જુન હંમેશા તેના હાઇ એનર્જી ડાન્સ મૂવ્સ માટે જાણીતો છે. તેણે આ ગીત વિશે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો અને સોશિયલ મીડિયા પર પ્રોમો શેર કરતા લખ્યું, 'પુષ્પાના પાત્રને કારણે, હું પુષ્પા 1 માં વધુ ડાન્સ કરી શક્યો ન હતો પરંતુ ચાહકો જૂની બન્નીને પરત કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ હું વચન આપું છું કે આ ગીત હશે. આ પ્રોમોમાં રશ્મિકા મંદન્ના પણ ચમકી રહી છે . ઉપરાંત અલ્લુ અર્જુને મજાકમાં કહ્યું કે, આ ગીતમાં તેનો હાઈ એનર્જી ડાન્સ જોઈને ચાહકો તેને ક્રશ-મીકા કહેશે.

આખું ગીત ક્યારે રિલીઝ થશે: વધુમાં જણાવતા અલ્લુ અર્જુને એ વાત પર ભાર મૂક્યો કે ફિલ્મના તમામ છ વર્ઝનમાં ગીતની હૂક લાઇન મલયાલમમાં હશે, જે કેરળના ચાહકો માટે એક મોટું આશ્ચર્ય છે. કેરળ પ્રત્યે પ્રેમ દર્શાવવાની આ મારી રીત છે. ગીતનો હૂક ભાગ ત્રણ વખત આવશે અને તે સમગ્ર વિશ્વમાં મલયાલમમાં હિટ બનશે. તમને જણાવી દઈએ કે, આખું ગીત 1લી ડિસેમ્બરે રિલીઝ થશે.

પુષ્પા 2 ની પ્રમોશ ટૂર મોટા શહેરોમાં: ફિલ્મનું પ્રમોશન પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના માટે આખી ટીમ પટના, બેંગલોર, ચેન્નાઈ, કોલકાતા, કોચી, મુંબઈ અને હૈદરાબાદ સહિતના ઘણા મોટા શહેરોની મુલાકાત લઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ભારતમાં 30 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે અમેરિકામાં પ્રી-સેલ્સ પહેલેથી જ વેગ પકડી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 'પુષ્પાઃ ધ રૂલ' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ લીડ રોલમાં છે.

આ પણ વાંચો:

  1. રામોજી ફિલ્મ સિટીમાં યોજાશે ED Sheeran નો કોન્સર્ટ, જાણો ક્યારે શરૂ થશે એડવાન્સ બુકિંગ
  2. 'પુષ્પા 2'નું 'કિસિક' સોંગ રિલીઝ: શ્રીલીલા અને અલ્લુ અર્જુનની જબરદસ્ત કેમેસ્ટ્રીએ લગાવી આગ

ABOUT THE AUTHOR

...view details