મુંબઈ:પાયલ કપાડિયાની 'All We Imagine As Light' એ હવે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમ મચાવી છે. ફિલ્મને ઘણા બધા ફિલ્મ ફેસ્ટીવલમાં વખાણવામાં આવી આ સાથે તેણે ઘણા એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા. સૌથી મોટી સિદ્ધિ એ છે કે, તેને ઓસ્કરમાં એન્ટ્રી મળી, ત્યારે જ પાયલ કપાડીયાના નામે એક બીજી સિદ્ધિ. રાજામૌલી પછી પાયલ બીજી ડિરેક્ટર છે જેના નામે આ સિદ્ધિ છે.
પાયલની ફિલ્મે જીત્યો આ એવોર્ડ
'RRR' ડિરેક્ટર એસએસ રાજામૌલી પછી, ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાએ ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર જીત્યું છે. આ ઇવેન્ટની ડિરેક્ટરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાયલે આ એવોર્ડ તેની ફિલ્મ All We Imagine As Light માટે જીત્યો છે.
વિજેતા યાદી
- શ્રેષ્ઠ ફિલ્મઃ ધ બ્રુટાલિસ્ટ
- શ્રેષ્ઠ દિગ્દર્શક: રેમેલ રોસ (નિકલ બોયઝ)
- શ્રેષ્ઠ અભિનેત્રી: મરિયાને જીન-બેપ્ટિસ્ટ (હાર્ડ ટ્રુથ્સ માટે)
- શ્રેષ્ઠ અભિનેતા: એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ માટે)
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: કિરન કલ્કિન ( અ રિયલ પેઇન માટે)
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: કેરોલ કેન (બિટવીન ધ ટેમ્પલ માટે)
- શ્રેષ્ઠ પટકથા: એનોરા (સીન બેકર માટે)
- શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ: ફ્લો
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: જોમો ફ્રે (નિકલ બોયઝ માટે)
- બેસ્ટ ફર્સ્ટ ફિલ્મઃ જેનેટ પ્લેનેટ
- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય: ઓલ વી ઇમેજિન એઝ લાઇટ
- શ્રેષ્ઠ નોન-ફિક્શન ફિલ્મ: નો અધર