મુંબઈઃ હોલીવૂડના લબ્ધ પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ 2024ની નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એક્ટ્રેસ જેઝી બિટ્સ અને એક્ટર ક્વેડે મંગળવારે કેલિફોર્નિયા સ્થિત બેવર્લી હિલ્સમાં એકેડમીના સેમ્યૂઅલ ગોલ્ડવિન થીયેટરમાંથી 96માં એકેડમી એવોર્ડ્સની 23 કેટેગરીમાં નોમિનેશ જાહેર કર્યા છે. ઓસ્કર એવોર્ડ માત્ર હોલીવૂડ જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં તેનું અનેરુ મહત્વ છે. વર્ષ 2024માં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ સિનેમેટોગ્રાફી આ ઉપરાંત બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ ઈફેક્ટ, બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ જેવી કુલ 23 કેટેગરીમાં નોમિનેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. ટોમ ક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ વન અને ઓપન હાઈમરને આમાં નોમિનેશન્સ મળ્યા છે. જેથી વિશ્વભરમાં રહેલા ટોમ ક્રુઝ અને ક્રિસ્ટોફર નોલનના ફેન્સ બહુ ખુશ થયા છે.
બેસ્ટ પિક્ચર
- અમેરિકન ફિક્શન
- એનાટોમી ઓફ ધ ફોલ
- બાર્બી
- ધી હોલ્ડ ઓવર્સ
- કિલર ઓફ ધ ફ્લાવર
- માઈસ્ટ્રો
- ઓપનહાઈમર
- પૂઅર થિંગ્સ
- દ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ
બેસ્ટ ડાયરેક્ટર
- જસ્ટિન ટ્રાઈટ(એનાટોમી ઓફ ધી કોલ)
- માર્ટિને સ્કોર્સેસે(કિલર્સ ઓફ ધી ફલાવર મૂન)
- ક્રિસ્ટોફર નોલન(ઓપન હાઈમર)
- યોર્ગોસ લૈંથિમોસ(પૂઅર થિંગ્સ)
- જોનાથન ગ્લેઝર(ધી ઝોન ઓફ ઈન્ટરેસ્ટ)
બેસ્ટ એક્ટ્રેસ
- એનેટ બેનિંગ(ન્યાદ)
- લિલી ગ્લેડસ્ટોન(કિલર્સ ઓફ ધી ફલાવર મૂન)
- સૈંડ્રા હુલર(એનાટોમી ઓફ અ ફોલ)
- કેરી મુલિગન(માઈસ્ટ્રો)
- એમા સ્ટોન(પૂઅર થિંગ્સ)