મુંબઈ: 1999માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814ના અપહરણની ઘટના પર પ્રકાશ પાડતી આ સિરીઝ છે. આમાં અપહરણકર્તાઓના નામ હિંદુ રાખવા પર નેટીઝન્સ સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ કરી રહ્યા છે. ગૂગલ પર આતંકવાદીઓના નામ સર્ચ કરતી વખતે ઘણા લોકોએ સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું કે, આતંકવાદીઓના સાચા નામ શું છે.
કન્ટેન્ટ હેડને સમન્સ: સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે અપહરણકર્તાઓને ચીફ, ડૉક્ટર, બર્ગર, ભોલા અને શંકરના કોડનામો સાથે બતાવવામાં આવ્યા છે. જેમાં ભોલા અને શંકર નામને લઈને વિવાદ થયો હતો. કેટલાક લોકોએ ફિલ્મ નિર્માતાઓ પર ઇરાદાપૂર્વક હિંદુ નામો પસંદ કરવાનો આરોપ લગાવ્યો છે, જેનાથી તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને ધાર્મિક તણાવ પેદા કર્યો છે. આ વિવાદે ઓનલાઈન ભારે ચર્ચા જગાવી છે, જેમાં ટીકાકારોએ તથ્યોને ખોટી રીતે રજૂ કરવા બદલ નિર્દેશક અનુભવ સિંહાને નિશાન બનાવ્યા છે. આ કારણે 'IC814' વેબ સિરીઝના કન્ટેન્ટ વિવાદ પર માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા Netflix કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.