ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલીએ IIMમાં એડમિશન પર ટ્રોલ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- મારી પાસે... - Navya Naveli Nanda IIM - NAVYA NAVELI NANDA IIM

IIMમાં એડમિશન માટે ટ્રોલ કરનારાઓને નવ્યા નવેલી નંદાએ તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. હવે અમિતાભ બચ્ચનની પૌત્રીનો આ જવાબ દરેક જગ્યાએ ફેલાઈ રહ્યો છે.

નવ્યા નવેલી નંદા
નવ્યા નવેલી નંદા (NAVYA NAVELI NANDA INSTAGRAM)

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 2:06 PM IST

હૈદરાબાદ:સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા તાજેતરમાં જ આઈઆઈએમમાં ​​પ્રવેશ મેળવતા ચર્ચામાં આવી હતી. નવ્યાએ આઈઆઈએમની બહારથી પોતાની એક તસવીર શેર કરી હતી અને તે પછી તે ઘણી ટ્રોલ થવા લાગી હતી. નવ્યા પર તો પૈસા આપીને અહીં એડમિશન લેવાનો આરોપ પણ લાગ્યો હતો. હવે નવ્યા નવેલીએ IIMમાં એડમિશન પર થઈ રહેલા ટ્રોલિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. નવ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં આ વિશે ખુલીને વાત કરી છે.

આ પહેલા નવ્યાએ સોશિયલ મિડીયાના વિસ્તારની પ્રસંશા કરી, નવ્યાએ કહ્યું કે આ એક એવું પ્લેટફોર્મ છે, જેનાથી આગળ કંઈ નથી. સાથે જ નવ્યાએ વધુમાં કહ્યું કે, હું IIMમાં અભ્યાસ કરું છું, મને ખૂબ સારું લાગે છે અને હું અહીંના શિક્ષણથી ખુશ છું.

ટ્રોલિંગ પર નવ્યાએ શું કહ્યું?: નવ્યાએ પણ ટ્રોલિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. નવ્યાએ કહ્યું હતું કે, લોકો ખૂબ જ નેગેટિવ થઈ ગયા છે અને કંઈ પણ બોલે છે, પરંતુ મને તેની પરવા નથી, હું મારા સમયનો મારા કરિયર માટે ઉપયોગ કરું છું. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવ્યા અભિનેત્રી બનશે, પરંતુ આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.

તમને જણાવી દઈએ કે, નવ્યા હજુ સુધી કોઈની ફિલ્મ કે સીરિઝમાં જોવા મળી નથી, પરંતુ અમિતાભ બચ્ચનની પૌત્રી લાઇમલાઇટમાં રહેવાની કોઈ તક છોડતી નથી. નવ્યા બોલિવૂડ પાર્ટી અને મોટા એવોર્ડ ફંક્શનમાં પણ જોવા મળી છે. નવ્યા પોતે પણ પોતાનું પોડકાસ્ટ ચલાવે છે, જેમાં તે તેની દાદી જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન સાથે અંગત અને વ્યાવસાયિક બાબતોને જાહેર કરતી રહે છે.

આ પણ વાંચો:

  1. અમિતાભ બચ્ચનની પૌત્રીના એડમિશન વિશે પુછતા IIM અમદાવાદનું તંત્ર અકળાયું, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે આપ્યા ઉડાઉ જવાબ - IIM Ahmedabad absurd Behaviour
  2. અમિતાભ બચ્ચનની પૌત્રી અમદાવાદમાં ભણશે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIMA)માં પ્રવેશ લીધો - Navya Naveli in IIMA

ABOUT THE AUTHOR

...view details