અમદાવાદ :છેલ્લા ઘણા દિવસોથી અર્બન ગુજરાતી ફિલ્મોના સ્ટાર મલ્હાર ઠાકર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અભિનેત્રી પૂજા જોષીના લગ્નની અફવાઓ ચાલી રહી હતી. આ બંને સ્ટાર્સે પણ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જોકે, હવે આ અફવાઓનો અંત આવ્યો છે.
લવ બર્ડ્સ મલ્હાર અને પૂજા :મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ જાતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના લગ્નની જાહેરાત કરી છે. આ સાથે જ કેટલાક સમયથી ઉડી રહેલી અફવાઓ અને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. પૂજા જોષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર ઠાકર સાથે કોલાબ પોસ્ટ કરીને તેમના સંબંધ અને લગ્નની માહિતી આપી હતી.