મુંબઈ :સાઉથની સુપરસ્ટાર લેડી તમન્ના ભાટિયા મુશ્કેલીમાં છે. એક્ટ્રેસને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ગેરકાયદે 2023 IPL સ્ટ્રીમિંગ તપાસ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસમાં બોલિવૂડ એક્ટર સંજય દત્તને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને 2023માં આઈપીએલ મેચના ગેરકાયદે સ્ટ્રીમિંગ સાથે સંકળાયેલા છે. આ સંદર્ભે સાયબર સેલે બંનેને પૂછપરછ માટે બોલાવ્યા છે.
29મી એપ્રિલે હાજર થવાનું છે :ANIના ટ્વિટ અનુસાર, 'મહારાષ્ટ્ર સાયબરે ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદે સ્ટ્રીમિંગના મામલામાં પૂછપરછ માટે સાઉથની અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. અભિનેત્રીએ 29મી એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવાનું છે.
સંજય દત્ત હાજર ન થયો : ટ્વીટમાં બોલિવૂડ એક્ટર સંજય દત્તનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, 'અભિનેતા સંજય દત્તને પણ આ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમને 23 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. તેના બદલે, સંજય દત્તે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે તે તારીખે તે ભારતમાં ન હતો. આ કેસમાં તમન્નાનું નામ સામે આવ્યા બાદ અધિકારીઓ આ કેસમાં તેની ભૂમિકા અંગે સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસની તપાસ ક્યારે શરૂ થઇ : સપ્ટેમ્બર 2023થી ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસની તપાસશરુ કરવામાં આવી હતી. નેટવર્કે એપ દ્વારા તેમના બૌદ્ધિક સંપદા અધિકાર (IPR)ના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. નેટવર્ક, મેચોને સ્ટ્રીમ કરવાના વિશેષ અધિકારો હોવા છતાં, તે એપ્લિકેશન પર ગેરકાયદેસર પ્રસારિત કરી રહ્યું હતું, જેના કારણે કંપનીને 100 કરોડથી વધુનું નુકસાન થયું હતું.
ઘણી હસ્તીઓને પૂછપરછ માટે બોલવાઇ :એફઆઈઆર બાદ બાદશાહ, જેકલીન ફર્નાન્ડીઝ, તમન્ના ભાટિયા અને સંજય દત્ત સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તપાસ દરમિયાન, ડિસેમ્બર 2023માં, કેસના સંબંધમાં એક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
- JIOCINEMA : 2 કરોડ 40 લાખ દર્શકોએ જિયો-સિનેમામાં CSK VS RCB મેચ નિહાળી
- તમન્ના ભાટિયા અને વિજય વર્મા સિક્રેટ મૂવી ડેટ પર ગયા, અચાનક પેપ્સ જોઈને કપલ ચોંકી ગયું - Tamannaah Bhatia