ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Madhubala Biopic : અભિનેત્રી મધુબાલાની બાયોપિકની જાહેરાત, જસમીત કે રીન કરશે દિગ્દર્શન, વધુ જાણો - Madhubala Biopic Announced

વીતેલા જમાનાની દિવંગત અભિનેત્રી મધુબાલાની બાયોપિકની આજે જાહેરાત કરવામાં આવી છે. ' મધુબાલા ' બાયોપિકનું નિર્દેશન કોણ કરશે અને તેનું શીર્ષક શું હશે, જાણો અહીં.

Madhubala Biopic : અભિનેત્રી મધુબાલાની બાયોપિકની જાહેરાત, જસમીત કે રીન કરશે દિગ્દર્શન, વધુ જાણો
Madhubala Biopic : અભિનેત્રી મધુબાલાની બાયોપિકની જાહેરાત, જસમીત કે રીન કરશે દિગ્દર્શન, વધુ જાણો

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 7:37 PM IST

મુંબઈ : હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક સ્વર્ગસ્થ મધુબાલાની બાયોપિકની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોલિવૂડ સેલેબ્સના ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા તેમના પ્રોડક્શન હાઉસમાંથી મધુબાલાની બાયોપિક બનાવશે, પરંતુ આજે 15 માર્ચે મધુબાલાની બાયોપિક પર એક મોટું અપડેટ આવ્યું છે. માત્ર 36 વર્ષની વયે દુનિયા છોડીને જનાર ' અનારકલી ' ફેમ અભિનેત્રી મધુબાલાની બાયોપિક અને તેના નિર્માતાઓની સંપૂર્ણ વિગતો સામે આવી છે. ચાલો જાણીએ કે મધુબાલાની બાયોપિક કોણ બનાવી રહ્યું છે અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

મધુબાલાની બાયોપિકનું નામ શું છે? મધુબાલાની બાયોપિક ' મધુબાલા 'ના નામે p બની રહી છે. આ ફિલ્મ બનાવવા માટે સોની પિક્ચર્સ કંપની આગળ આવી છે. જસમીત કે રીન મધુબાલા બાયોપિકનું નિર્દેશન કરશે. જસ્મીતે આલિયા ભટ્ટની ફિલ્મ 'ડાર્લિંગ'નું નિર્દેશન કરીને દિગ્દર્શનક્ષેત્રની શરૂઆત કરી હતી. સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સે મધુબાલા બાયોપિક બનાવવા માટે બ્રેથિંગ થોટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મધુબાલા વેન્ચર્સ સાથે હાથ મિલાવ્યા છે.

મધુબાલાની બાયોપિક કેમ બની રહી છે? દિવંગત અભિનેત્રી મધુબાલાની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપવા માટે મધુબાલાની બાયોપિક બનાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી 1933ના રોજ થયો હતો અને 23 ફેબ્રુઆરી 1969ના રોજ 36 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. મધુબાલાની બહેન મધુર બ્રિજભૂષણ અને મધુબાલા વેન્ચર્સના માલિક અરવિંદકુમાર માલવિયા આ ફિલ્મના સહનિર્માતા છે.

મધુબાલાનું પાત્ર કઈ અભિનેત્રી ભજવશે?સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર આવતાની સાથે જ સિનેમા પ્રેમીઓ જણાવે છે કે તેઓ કઈ અભિનેત્રીને મધુબાલા તરીકે જોવા માંગે છે. જેમાં આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, સુહાના ખાનના નામ સામે આવી રહ્યા છે.

મધુબાલા વિશે મધુબાલાનું પૂરું નામ મુમતાઝ જહાં બેગમ દેહલવી હતું. તેનો જન્મ બ્રિટિશ શાસન સમયના દિલ્હી (1933)માં થયો હતો. મધુબાલાએ વર્ષ 1960માં ગાયક કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ તેના મૃત્યુનું કારણ હોવાનું કહેવાય છે. મધુબાલાએ 1942થી 1964 સુધી હિન્દી સિનેમામાં કામ કર્યું હતું. મધુબાલાએ વર્ષ 1942માં બસંત ફિલ્મથી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. 1942થી 1946 સુધી, મધુબાલાએ 6 ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. વર્ષ 1947માં મધુબાલા ફિલ્મ નીલકમલમાં રાજ કપૂર સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. મધુબાલાના મૃત્યુ પછી (1969), તેની છેલ્લી ફિલ્મ જલવા (1971) રિલીઝ થઈ. આમાં તે સુનીલ દત્તની સામે જોવા મળી હતી.

મધુબાલાની હિટ ફિલ્મો

શિરીન ફરહાદ (1956)

ચલતી કા નામ ગાડી (1958)

મુગલ-એ-આઝમ (1960)

બરસાત કી રાત (1960)

શરાબી (1964)

  1. મધુબાલા પર બાયોપિક બનાવશે ઇમ્તિયાઝ અલી?
  2. Birthday Special: મુમતાઝથી મધુબાલા સુધીની સફર...

ABOUT THE AUTHOR

...view details