ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'સ્ત્રી 3', 'ભેડિયા 2' અને 'મહા મુંજ્યા' આવી રહ્યા છે, હોરર-કોમેડી યુનિવર્સની 8 ફિલ્મો અનાઉન્સ - STREE 2 MAKERS 8 FILM ANNOUNCEMENT

મેડોક ફિલ્મ્સે 'સ્ત્રી 3', 'ભેડિયા 2' અને 'મહા મુંજ્યા' જેવી ફિલ્મોની જાહેરાત કરી છે. દરેકની રિલીઝ ડેટ જાણો.

'સ્ત્રી 3' સહિત મેડોક હોરર-કોમેડી યુનિવર્સની 8 ફિલ્મોની જાહેરાત કરવામાં આવી
'સ્ત્રી 3' સહિત મેડોક હોરર-કોમેડી યુનિવર્સની 8 ફિલ્મોની જાહેરાત કરવામાં આવી (Film Announcement Poster)

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 10:41 AM IST

મુંબઈઃ 2024માં 'સ્ત્રી 2' અને 'મુંજ્યા'એ પોતાની જબરદસ્ત સ્ટોરીથી દર્શકોના દિલ જીતી લીધા હતા અને ત્યારથી દર્શકો આ ફિલ્મોની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે, દર્શકોની રાહનો અંત લાવતા, નિર્માતાઓએ મેડોક હોરર-કોમેડી યુનિવર્સની 8 ફિલ્મોની જાહેરાત કરી છે જેમાં 'સ્ત્રી 3', 'મહા મુંજ્યા' અને 'ભેડિયા'નો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કે આ ફિલ્મો ક્યારે રીલિઝ થશે અને દર્શકોએ તેને મોટા પડદા પર આવવા માટે કેટલી રાહ જોવી પડશે.

મેડોક ફિલ્મ્સે આ 8 ફિલ્મોની કરી છે જાહેરાત:

મેડોક ફિલ્મ્સે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અદ્ભુત પોસ્ટર શેર કર્યું છે જેમાં તેઓએ આગામી 8 હોરર-કોમેડી ફિલ્મોની જાહેરાત કરી છે. પોસ્ટર સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, 'દિનેશ વિજન મેડડોક હોરર કોમેડી યુનિવર્સમાંથી 8 ફિલ્મો રજૂ કરે છે જે તમને હાસ્ય, આતંક, રોમાંચ અને ચીસોની જંગલી સવારી પર લઈ જશે'.

આ 8 ફિલ્મોની જાહેરાત કરવામાં આવી:

1. થમા (દિવાળી 2025)

2. શક્તિ શાલિની (31 ડિસેમ્બર 2025)

3. ભેડિયા 2 (14 ઓગસ્ટ 2026)

4. ચામુંડા (4 ડિસેમ્બર 2026)

5. સ્ત્રી 3 (13 ઓગસ્ટ 2027)

6. મહા મુંજ્યા (24 ડિસેમ્બર 2027)

7. પહેલા મહાયુદ્ધ (11 ઓગસ્ટ 2028)

8. દૂસરા મહાયુદ્ધ (18 ઓક્ટોબર 2028)

હોરર-કોમેડી ફિલ્મોનું કેલેન્ડર તરફ એક નજર:

'થામા'માં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના, નવાઝુદ્દીન સિદ્દીકી, અપારશક્તિ ખુરાના, પરેશ રાવલ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ દિવાળી 2025 માટે નક્કી કરવામાં આવી છે.

આ પછી, 'શક્તિ શાલિની' 31 ડિસેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેના વિશે વધુ વિગતો બહાર આવી નથી. જ્યારે વરુણ ધવનની 'ભેડિયા'ની સિક્વલ 'ભેડિયા 2' વર્ષ 2026માં 14મી ઓગસ્ટે આવવાની છે, ત્યારબાદ 'ચામુંડા' 4 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.

'સ્ત્રી' ફ્રેન્ચાઇઝીનો ત્રીજી ફિલ્મ, 'સ્ત્રી 3' વર્ષ 2027માં 13 ઓગસ્ટે રિલીઝ થશે. 2024માં 'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તેની વાર્તા અને રમૂજ એ દર્શકોના દિલ જીતી લીધા. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જીએ ખાસ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વરુણ ધવન કેમિયો હતા જ્યારે તમન્ના ભાટિયાએ તેમાં ખાસ ડાન્સ કર્યો હતો.

આ વર્ષે રિલીઝ થયેલી 'મુંજ્યા'ની સિક્વલ 'મહા મુંજ્યા' 24 ડિસેમ્બર 2027ના રોજ રિલીઝ થશે. 'મુંજ્યા'માં અભય વર્મા અને શર્વરી વાઘ લીડ રોલમાં હતા. જ્યારે 2028 માટે બે ફિલ્મો 'પહેલા મહાયુદ્ધ' 11મી ઓગસ્ટે અને 'દૂસરા મહાયુદ્ધ' 18મી ઓક્ટોબરે નિર્ધારિત કરવામાં આવી હતી. તેમના વિશે વધુ વિગતો બહાર આવી નથી.

આ પણ વાંચો:

  1. રામ ચરણની ફિલ્મ 'ગેમ ચેન્જર'નું ટ્રેલર રિલીઝ, ડબલ રોલમાં જોવા મળશે અભિનેતા
  2. MP કંગના રનૌતના નિવેદન પર વિવાદ-દેશદ્રોહનો આરોપ, અભિનેત્રી ફરી કોર્ટમાં ન પહોંચી

ABOUT THE AUTHOR

...view details