મુંબઈ :પાતાલ લોક સીઝન 2 નું મોસ્ટ અવેટેડ ટીઝર 3 જાન્યુઆરીના રોજ રીલિઝ થયું છે. જેમાં ચાહકોને જયદીપ અહલાવતના પાત્રની ઝલક જોવા મળી હતી. પોલીસ અધિકારી તરીકેની તેમની ભૂમિકા માટે જાણીતા હાથી રામને નવી સિઝનમાં વધુ ઘેરી અને ખતરનાક વાસ્તવિકતાનો સામનો કરવો પડશે, જે ગુના, કાવતરા અને ભ્રષ્ટાચારની દુનિયામાં વધુ ઊંડે સુધી પહોંચવાનું વચન આપે છે.
ડરામણી અને ડીપ પાતાલ લોક :કોરોના કાળના વર્ષ 2020 ના મે મહિનામાં પાતાલ લોકની પ્રથમ સિઝનનું પ્રીમિયર થયું, જે અભિનેતા જયદીપ અહલાવતના શાનદાર અભિનય અને તેની ઊંડી વાર્તાને કારણે પ્રેક્ષકોમાં ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. ત્યારથી પ્રેક્ષકો પાતાલ લોકની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
પાતાલ લોક સીઝન 2 ટીઝર :
પાતાલ લોક 2 ના ટીઝરમાં જયદીપ અહલાવતના પાત્રને જોવાની તક મળે છે. જેમાં તેઓ લિફ્ટમાં જતી વખતે કહે છે, 'એક વાર્તા કહું, એક ગામમાં એક માણસ રહેતો હતો, જેને જંતુઓથી નફરત હતી, તે કહેતો હતો કે જંતુઓ જ બધી બુરાઈનું મૂળ છે. પછી એક દિવસ તેના ઘરના ખૂણેથી એક જીવજંતુ બહાર આવ્યું અને તે માણસને કરડ્યો. પણ હિંમત કરીને માણસે જંતુને મારી નાખ્યું. પછી તે વ્યક્તિ આખા ગામનો હીરો બની ગયો અને બધા તેને માન આપતા. પછીની ઘણી રાતો સુધી તે હસતાં હસતાં શાંતિથી સૂતો રહ્યો. પછી એક એકલી રાતે તેના પલંગ નીચે અસંખ્ય જંતુ હતા. તેને શું વિચાર્યું, તેણે એક જંતુ માર્યું, તો ખેલ ખતમ ? પાતાલ લોકમાં આવું ન થાય.
ક્યારે સ્ટ્રીમ થશે પાતાલ લોક 2 ?
પાતાલ લોક 2 નું ટીઝર આટલું જ છે, પરંતુ ટીઝરમાં જયદીપ અહલાવતનો લુક ઘણો ખતરનાક છે, જેણે દર્શકોમાં ઉત્તેજના વધારી દીધી છે. પાતાળ લોક સીઝન 2, 17 જાન્યુઆરીથી પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. હાથી રામ અને તેમની ટીમના જીવનની ઊંડાણપૂર્વક તપાસ માટે તૈયાર રહો. આ શો તેની ઘેરી અને ગંભીર વાર્તાઓ માટે પ્રખ્યાત છે. અહલાવત ઉપરાંત સીઝન 2માં ઈશ્વાક સિંહ, તિલોત્તમા શોમ અને ગુલ પનાગ જેવા નવા કલાકારોનો સમાવેશ થાય છે.
- 'સ્ત્રી 3', 'ભેડિયા 2' અને 'મહા મુંજ્યા', હોરર-કોમેડી યુનિવર્સની 8 ફિલ્મો અનાઉન્સ
- રામ ચરણની ફિલ્મ 'ગેમ ચેન્જર'નું ટ્રેલર રિલીઝ, ડબલ રોલમાં જોવા મળશે અભિનેતા