હૈદરાબાદ: અલ્લુ અર્જુનની માત્ર સાઉથમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેન ફોલોઈંગ છે. આજે આ સુપરસ્ટાર 42 વર્ષનો થઈ ગયો છે. પોતાના ખાસ દિવસે, સુપરસ્ટાર ફેન્સને મળવા માટે ઘરની બહાર આવ્યો હતો. આ પહેલા તેણે અડધી રાત્રે ઘરની બહાર આવીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એક નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અલ્લુ અર્જુનના ઘરની બહાર ચાહકોનો જમાવડો જોઈ શકાય છે.
અલ્લુ અર્જુનના 42માં જન્મદિવસે ઘરની બહાર ચાહકોએ નોટોનો વરસાદ કર્યો, જુઓ વિડીયો - ALLU ARJUN - ALLU ARJUN
આજે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો 42મો જન્મદિવસ છે. અડધી રાત્રે 'પુષ્પરાજ' ફરી એક વાર પોતાના ચાહકોને મળવા ઘરની બહાર નીકળ્યો. જુઓ વિડિયો...
Published : Apr 8, 2024, 3:34 PM IST
અલ્લુ અર્જુન હાથ હલાવીને અભિવાદન કર્યું: આ દરમિયાન 'પુષ્પરાજ'ને ઘરની બહાર નીકળતા જોઈને લોકોનું ટોળું તેની તરફ ધસી આવ્યું. તે જ સમયે, કેટલાક લોકો અભિનેતાની એક ઝલક મેળવવા માટે ઝાડ પર ચડતા જોવા મળ્યા હતા. ચાહકોને શાંત કરવા માટે અલ્લુ અર્જુન ફરી એકવાર ઘરની બહાર આવ્યો અને લોકોને હાથ હલાવીને અભિવાદન કર્યું. સુપરસ્ટાર બ્લેક ટી-શર્ટ અને મેચિંગ સનગ્લાસમાં એકદમ હેન્ડસમ લાગતો હતો.
'પુષ્પા 2: ધ રૂલ'નું ટીઝર: અલ્લુ અર્જુન તેના 42માં જન્મદિવસ પર ચાહકોને મોટી ભેટ આપી છે. આજે તેના જન્મદિવસ પર મોસ્ટ અવેટેડ 'પુષ્પા 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બર્થડે પહેલા જ અલ્લુ અર્જુને તેની જાહેરાત કરીને ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી હતી. 'પુષ્પા 2: ધ રૂલ' એ 2021માં રિલીઝ થયેલી 'પુષ્પા'ની સિક્વલ છે, જેણે તેની સમગ્ર ભારતમાં રિલીઝ સાથે વિશ્વભરના પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. હવે ચાહકો આગામી વાર્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'પુષ્પા 2' આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર 15મી ઓગસ્ટે રિલીઝ થશે.