હૈદરાબાદ :શેપ ઓફ યુ અને પરફેક્ટ જેવા ગીતો માટે પ્રખ્યાત બ્રિટિશ પોપ સ્ટાર એડ શીરન દ્વારા તેની ઇન્ડિયા ટુર 2025ની જાહેરાત કરવામાં આવી છે. ગ્લોબલ પોપ સ્ટાર એડ શીરન 2025 માં તેની રેકોર્ડ-બ્રેકિંગ '+ - = ÷ x ટૂર' સાથે ભારત પ્રવાસે આવવા માટે તૈયાર છે, જે દેશમાં અત્યાર સુધીનો તેમનો સૌથી મોટો પ્રવાસ પણ હશે.
આ શહેરોમાં પરફોર્મ કરશે એડ શીરન :માર્ચ 2024માં તેના મુંબઈ શો પછી એડ શીરન દિલ્હી સહિત 6 શહેરોમાં પરફોર્મ કરશે. તેણે હાલમાં જ પોતાના પ્રવાસની જાહેરાત કરી છે. એડ શીરન ભારતના 6 શહેરોમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. જેમાં પૂણે, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલુરુ, શિલોંગ અને દિલ્હીનો સમાવેશ થાય છે. પ્રી-સેલ ટિકિટ 9 ડિસેમ્બરથી મનોરંજન પ્લેટફોર્મ BookMyShow પર કેટલાક પસંદ કરેલા કાર્ડ ધારકો માટે લાઇવ થશે, જ્યારે સામાન્ય ટિકિટનું વેચાણ 11 ડિસેમ્બરથી શરૂ થશે.
ઇન્ડિયા ટુર 2025 ની જાહેરાત :ઇન્સ્ટાગ્રામ પર ટૂરની જાહેરાત કરતા એડ શીરને કેપ્શન લખ્યું, 'તમારા સુંદર દેશના મારા અત્યાર સુધીના સૌથી મોટા પ્રવાસ માટે ભારત પાછો આવી રહ્યો છું. તેમજ પ્રથમ વખત ભુતાન આવવું, એક દાયકામાં પ્રથમ વખત કતાર પરત આવી અને બહેરીનમાં ફરીથી તે સુંદર એમ્ફીથિયેટરમાં રમીશ. 2025 ની શરૂઆત કરવાની કેવી રીત છે, હું તમને બધાને ત્યાં જોવા માટે રાહ જોઈ શકતો નથી. ભારતમાં 11મી ડિસેમ્બરે, ભૂટાનમાં 30મી નવેમ્બરે તથા કતાર અને બહેરીનમાં 6ઠ્ઠી ડિસેમ્બરે ટિકિટ ઉપલબ્ધ થશે.
એડ શીરનની ઇન્ડિયા ટૂર :
- પુણે : 30 જાન્યુઆરી, યશ લૉન્સ
- હૈદરાબાદ : 2 ફેબ્રુઆરી, રામોજી ફિલ્મ સિટી
- ચેન્નાઈ : 5 ફેબ્રુઆરી, YMCA ગ્રાઉન્ડ
- બેંગલુરુમાં : 8 ફેબ્રુઆરી, NICE ગ્રાઉન્ડ્સ
- શિલોંગ : 12 ફેબ્રુઆરી, JN સ્ટેડિયમ
- દિલ્હી NCR : 15 ફેબ્રુઆરી, લેઝર વેલી ગ્રાઉન્ડ
2024 ના મુંબઈ કોન્સર્ટની જોરદાર સફળતા પછી ચાહકો એડ શીરનના 2025 ના પ્રવાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના નવા આલ્બમના ટ્રેક્સ સાથે શેપ ઓફ યુ, થીંકીંગ આઉટ લાઉડ, પરફેક્ટ અને શિવર્સ જેવા તેના ક્લાસિક્સ તેના પ્રદર્શનનો ભાગ હશે.
- જયપુરમાં દિલજીત દોસાંજના શોની ટિકિટને લઈને પોલીસે આપી સલાહ...
- રોક બેન્ડ "મરૂન 5"ભારતમાં : આ તારીખથી કરી શકશો ટિકિટ બુક...