ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

જે તારીખે સામંથાએ નાગા ચૈતન્યને કર્યુ હતુ પ્રપોઝ, તેજ તારીખે શોભિતા સાથે સગાઈ ? જાણો હકિકત - naga chaitanya sobhita dhulipala - NAGA CHAITANYA SOBHITA DHULIPALA

બોલિવૂડ અભિનેતા નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ ગઈકાલે ​​8મી ઓગસ્ટે હૈદરાબાદમાં સગાઈ કરી હતી. દરમિયાન, સોશિયલ મીડિયા પર સમાચાર ઝડપથી ફેલાઈ ગયા કે તેમની સગાઈની તારીખ એ જ છે જેના પર સામંથાએ નાગાને પ્રપોઝ કર્યું હતું. ચાલો જાણીએ સત્ય શું છે?

નાગા ચૈતન્ય અને શોભીતા ધૂલીપાલા
નાગા ચૈતન્ય અને શોભીતા ધૂલીપાલા (Nagarjuna X)

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 8:37 AM IST

મુંબઈઃસાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલીપાલાએ 8 ઓગસ્ટ ગુરૂવારના રોજ હૈદરાબાદમાં સગાઈ કરી હતી. ત્યારે નાગાની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ વિશેની વાત ન નીકળે તે કેવી રીતે બને. સામંથા અને નાગાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સામંથાએ 8 ઓગસ્ટે જ નાગાને પ્રપોઝ કર્યું હતું.

સત્ય શું છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, 'સમંથા રૂથ પ્રભુએ 8મી ઓગસ્ટે નાગાને પ્રપોઝ કર્યું હતું. હવે નાગાએ એ જ તારીખે શોભિતા સાથે સગાઈ કરી લીધી. જો કે આ વાતમાં કેટલી સત્યતા છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે સામંથા અને નાગાના લગ્ન 2017માં થયા હતા પરંતુ કેટલીક બાબતોને લઈને ચાલતા મતભેદોને પગલે છૂટાછેડાની અફવાઓ શરૂ થઈ હતી, ત્યારબાદ આખરે 2021માં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા.

નાગાર્જુને સગાઈની તસવીરો શેર કરી

નાગા ચૈતન્ય અને શોભિતાની સગાઈ પછી, તેમના પિતા અને અભિનેતા નાગાર્જુને X પર સગાઈની સુંદર તસવીરો શેર કરી. તેણે તસવીરો સાથે કેપ્શન લખ્યું - અમને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે અમારા પુત્ર નાગા અને શોભિતા એક-બીજાના થઈ ગયા છે. શોભિતા અમારા પરિવારમાંથી અમે ખૂબ ભાગ્યશાળી અનુભવી રહ્યાં છીએ. નવા યુગલને અભિનંદન, અમારા તરફથી ખૂબ પ્રેમ, ભગવાન બંનેને આશીર્વાદ આપે.

  1. 'સ્ત્રી 2'ના નવા ગીત 'ખૂબસુરત'માં શ્રદ્ધા અને વરુણ આકર્ષક લુકમાં નજરે પડ્યા, જુઓ ટીઝર - STREE 2 SONG KHOOBSURAT
  2. કાજોલે 21 વર્ષમાં શાહરૂખ ખાન સાથે કરી હતી આ 6 ફિલ્મો, આજે પણ હિટ છે 'રાહુલ-અંજલી'ની જોડી - Kajol Happy Birthday

ABOUT THE AUTHOR

...view details