હૈદરાબાદ:અમદાવાદમાં બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેનું લાઈવ કોન્સર્ટ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન ડિઝની+ હોટસ્ટાર દ્વારા શુક્રવારે મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિઝની+ હોટસ્ટાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર તેઓ કોલ્ડપ્લે નું કોન્સર્ટ તેમની ચેનલ પર લાઈવ ચલાવશે. તો કોલ્ડપ્લે બેન્ડના ચાહકો કે જે કોન્સર્ટમાં જઈ શકતા નથી તેઓ ઘરે બેસીને પણ આ કોન્સર્ટ માણી શકો છો.
કોલ્ડપ્લેનું કોન્સર્ટ થશે ડિઝની+ હોટસ્ટાર પર લાઈવ:
25 અને 26 મી જાન્યુઆરીના રોજ આ ગ્લોબલ ફેમસ મ્યુઝિક બેન્ડ તેમના ગીતો અને સંગીતથી ચાહકોને ખુશ કરવા માટે તૈયાર છે. મહીં મહત્વની બાબત એ છે કે તેમના કોન્સર્ટ નો બીજો દિવસ 26 મી જાન્યુઆરી છે જે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બ્રિટિશ મ્યુઝિક બેન્ડ તેમના 'મ્યુઝિક ઓફ સ્ફિયર્સ વર્લ્ડ ટુર' ના ભાગ રૂપે 18, 19, અને 21 જાન્યુઆરીના રોજ તેમના ત્રણ શો નવી મુંબઈ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં કરશે. જ્યારે તેમનો ચોથો અને પાંચમો શો 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા કોલ્ડપ્લે એ ભારતમાં 2016 માં મુંબઈ ખાતે 'ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ' અંતર્ગત તેમના કોન્સર્ટનું આયોજન કર્યું હતું.
ડિઝની+ હોટસ્ટાર દ્વારા તેમના x અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે,'26 જાન્યુઆરીના રોજ, કોલ્ડપ્લેનો અત્યાર સુધીનો સૌથી મોટો શો અમદાવાદથી સમગ્ર ભારતમાં #DisneyPlusHotstar પર લાઇવ સ્ટ્રીમ થશે.'
એક નિવેદનમાં ડિઝની+ હોટસ્ટારે જણાવ્યું હતું કે, 'તેમના આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે તેઓ આ પ્રકારે સારી ગુણવત્તાવાળા મનોરંજનને લોકો સુધી પહોંચાડે અને મહત્તમ લોકો સુધી પહોંચાડી તેને લોકશાહી બનાવવાનો છે. આ નિર્ણયથી ચાહકો સમગ્ર દેશના કોઈ પણ ખૂણેથી આ કોન્સર્ટનો લાભ લઈ શકશે.'
આમ, કોલ્ડપ્લે કોન્સર્ટ ને લગભગ માત્ર અઠવાડિયું જ બાકી રહ્યું છે અને તેના કોન્સર્ટના ટિકિટ ઝડપથી વેચાઈ રહ્યા છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે ટિકિટ વગર પણ ઘર બેઠા ડિઝની+ હોટસ્ટાર પર કોલ્ડપ્લે કોન્સર્ટ માણી શકશો.
આ પણ વાંચો:
- અરિજીત સિંહના ચાહકો નિરાંતે માણજો કોન્સર્ટ, મેટ્રો તરફથી આવી ખુશખબર
- વિરોધ વચ્ચે રિલીઝ થઈ 'ઇમર્જન્સી' : થિયેટરોની બહાર પોલીસ તૈનાત, દર્શકોએ આપ્યા X પર પ્રતિભાવ