હૈદરાબાદ: સાઉથ સ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ થલપથી 69ના નિર્માતાઓ આજે 14મી સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે સોશિયલ મીડિયા પર એક ખાસ જાહેરાત કરવા જઈ રહ્યા છે. જોકે આ નવા અપડેટની રજૂઆત પહેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, થલાપતિ વિજયની સાથે બોબી દેઓલ પણ આ ફિલમમાં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ હશે જેમાં તેની કારકિર્દીની છેલ્લી ફિલ્મમાં કદાચ બોબી દેઓલ પણ સામેલ થશે. તાજેતરમાં KVN પ્રોડક્શને સોશિયલ મીડિયા પર થલાપતિ વિજયની ફિલ્મની જાહેરાત કરી છે. જેનું કામચલાઉ શીર્ષક થલાપતિ 69 છે.
ફિલ્મના પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતનો વીડિયો શેર કરતાં KVN પ્રોડક્શન્સે લખ્યું હતું કે,'થલાપતિ માટે પ્રેમ, અમે બધા તમારી ફિલ્મોથી મોટા થયા છીએ અને તમે દરેક પગલા પર અમારા જીવનનો એક ભાગ રહ્યા છો. 30 વર્ષથી અમારું મનોરંજન કરવા બદલ થલાપતિનો આભાર.'
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ: બોબી દેઓલ મુખ્ય વિલન હશે: રિપોર્ટ્સ અનુસાર વિજયની છેલ્લી ફિલ્મ થલાપતિ 69માં બોબીને વિલન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કંગુવામાં તેના અભિનય પછી દક્ષિણમાં બોબીની લોકપ્રિયતા ચોક્કસપણે વધી છે. ફિલ્મ હજી રિલીઝ થઈ નથી, પરંતુ સુરૈયાની ફિલ્મમાં આદિવાસી નેતા તરીકે બોબીના ડરામણા અવતારે દર્શકો અને નિર્માતાઓ બંનેને પ્રભાવિત કર્યા છે. એચ વિનોથ દ્વારા નિર્દેશિત થલાપતિ 69 વિશે કાસ્ટિંગની અફવાઓ વાયરલ થઈ રહી છે, ઘણા લોકો એવું પણ કહે છે કે પૂજા હેગડે, મોહનલાલ અને મમિતા બૈજુ જેવા કલાકારોને પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે અત્યાર સુધી મેકર્સે વિજય સિવાય અન્ય કોઈ નામની પુષ્ટિ કરી નથી. ફિલ્મ વિશેના નવા અપડેટને લઈને ચાહકો ઉત્સાહિત છે જેની જાહેરાત આજે થવા જઈ રહી છે.
આ દરમિયાન વિજયની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' થિયેટરોમાં ચાલી રહી છે. વેંકટ પ્રભુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પહેલાથી જ વર્ષની સૌથી મોટી તમિલ ફિલ્મ બની ગઈ છે અને બોક્સ ઓફિસ પર તમિલ સિનેમા માટે ઘણા મહાન રેકોર્ડ બનાવ્યા છે.
આ પણ વાંચો:
- મુંબઈ પોલીસે પિતાની આત્મહત્યાના કેસમાં મલાઈકા અરોરાની માતાનું નિવેદન નોંધ્યું - MALAIKA ARORA FATHER SUICIDE CASE
- તાજેતરમાં રિલિઝ થયેલી ધમાકેદાર ગુજરાતી ફિલ્મ "ઉડન છૂ" ના ડાયરેક્ટર સાથેની વાતચીત, જાણો શું કહે છે યુવા નિર્માતા - exclusive interview of ANISH SHAH