ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'બડે મિયાં છોટે મિયાં'એ બોક્સ ઓફિસ પર નબળી શરુઆત , જાણો પહેલા દિવસનું કલેક્શન - BADE MIYAN CHOTE MIYAN - BADE MIYAN CHOTE MIYAN

'બડે મિયાં છોટે મિયાં'ના નિર્માતાઓએ ફિલ્મની પ્રથમ દિવસની કમાણીના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. જાણો વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ફિલ્મે કેટલા કરોડની કમાણી કરી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 2:13 PM IST

હૈદરાબાદ: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર એક્શન ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' 11મી એપ્રિલે ઈદના અવસર પર વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 'બડે મિયાં છોટે મિયાં' દ્વારા, અક્ષય અને ટાઇગર પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળ્યા છે અને તે પણ એક ડેશિંગ એક્શન ફિલ્મમાં. અક્ષય અને ટાઇગરની જોડી ખરેખર 'બડે મિયાં છોટે મિયાં'ની જોડી જેવી લાગે છે. આ એક્શન પેક્ડ જોડી દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. ચાલો જાણીએ પહેલા દિવસે બડે મિયાં અને છોટે મિયાંએ દુનિયાભરમાં કેટલી કમાણી કરી.

મેદાન અને બડે મિયાં છોટે મિયાં વચ્ચે ટક્કર: તમને જણાવી દઈએ કે, 'બડે મિયાં છોટે મિયાં'એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર થોડી નિરાશ કરી છે. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 8 થી 10 કરોડ રૂપિયા (અંદાજિત) કમાણી કરી છે. બડે મિયાં છોટે મિયાંની સાથે અજય દેવગનની ફિલ્મ મેદાન પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેની તેની કમાણી પર મોટી અસર પડી છે, જો કે મેદાન પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. મેદાને બોક્સ ઓફિસ પર 7 કરોડ રૂપિયા સાથે તેનું ખાતું ખોલાવ્યું છે.

વર્લ્ડવાઈડ ઓપનિંગ: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના નિર્માતાઓએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની કમાણીનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે અને કહ્યું છે કે, ફિલ્મે 36.33 કરોડનું કલેક્શન કર્યું છે.

  1. 'બડે મિયાં છોટે મિયાં'ની રિલીઝ પહેલા ભગવાનના શરણે, અબુધાબીના આ મંદિરમાં પ્રાર્થના કરી - AKSHAY KUMAR VISITS BAPS TEMPLE

ABOUT THE AUTHOR

...view details