ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

વિકી કૌશલ એમી વર્ક અને તૃપ્તિ ડિમરી સ્ટારર 'બેડ ન્યૂઝ'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહી - BAD NEWZ TRAILER - BAD NEWZ TRAILER

વિકી કૌશલ, એમી વર્ક અને તૃપ્તિ ડિમરી સ્ટારર રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ બેડ ન્યૂઝનું ફની ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

BAD NEWZ TRAILER RELEASED
BAD NEWZ TRAILER RELEASED (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 6:28 PM IST

હૈદરાબાદ: વિકી કૌશલ, એમી વર્ક અને તૃપ્તિ ડિમરી સ્ટારર રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ બેડ ન્યૂઝનું ટ્રેલર આજે 28 જૂને રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર લૉન્ચના અવસર પર, ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ એક જ છત નીચે જોવા મળી હતી. ફિલ્મ એનિમલમાં ભાભી 2 નો રોલ કરીને ફેમસ થયેલી તૃપ્તિ ડિમરીના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આનંદ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ બેડ ન્યૂઝ જુલાઈ 2024માં રિલીઝ માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મ બેડ ન્યૂઝનું શાનદાર અને ફની ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે વિકી કૌશલ, એમી વર્ક અને તૃપ્તિ ડિમરી કોઈ ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે.

બેડ ન્યૂઝ વિશે જાણો: ફિલ્મ બેડ ન્યૂઝ તરુમ દુડેજા અને ઈશિતા મોઈત્રા દ્વારા મળીને લખવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક આનંદ તિવારી છે. આનંદ અભિનેતા રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા અભિનીત ફિલ્મ બરફીમાં સહાયક દિગ્દર્શક હતા. નિર્દેશક તરીકે, આનંદ તિવારીએ લવ પર સ્ક્વેર ફીટ, માજા માનું નિર્દેશન કર્યું છે. હવે આનંદ તિવારીએ બેડ ન્યૂઝમાં દર્શકો માટે એક નવો મનોરંજક મસાલો તૈયાર કર્યો છે.

ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ: બેડ ન્યૂઝ અમૃતપાલ સિંહ બિન્દ્રા, હીરૂ જોહર, કરણ જોહર, ઈમ્તિયાઝ ખાન, અપૂર્વ મહેતા, સોમેન મિશ્રા, આનંદ તિવારી અને મયંક તિવારી દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 19 જુલાઈ 2024ના રોજ રિલીઝ થશે.

  1. મનીષા કોઈરાલાથી લઈને સોનાલી બેન્દ્રે સુધી, આ ભારતીય અભિનેત્રીઓએ કેન્સર સામેની લડાઈ જીતી છે - CANCER SURVIVOR INDIAN ACTRESSES

ABOUT THE AUTHOR

...view details