ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

મમતા સોની સ્ટારર "પ્રતિકાર"નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ - Pratikaar - PRATIKAAR

સ્ત્રી સશસ્ત્રિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત ગુજરાતી ફિલ્મ "પ્રતિકાર"નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું.

Etv Bharat"પ્રતિકાર"નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું
Etv Bharat"પ્રતિકાર"નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 1:26 PM IST

અમદાવાદ: વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ "પ્રતિકાર" નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોની એ મુખ્ય ભૂમિકા ભજવેલ છે. આ સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બોલીવુડના દિગ્ગજ અને જાણીતા કલાકાર અદી ઈરાની અને અન્ય કલાકારો ઊમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા, નીલ જોશી, જુનિયર દિલીપકુમાર, પ્રતીક વેકરીયા અને તૃપ્તિ જાંબુચાએ અભિનયનાં ઓજસ પાથર્યા છે.

આ ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમી ત્રાજકરે આપ્યું છે. બોલીવુડ ગાયક રાજા હસન, જાણીતા ગુજરાતી ગઝલ ગાયક મયુર ચૌહાણ, જય ચાવડા અને દેવાંશી શાહ દ્વારા આ ફિલ્મમાં સ્વર આપ્યો છે.

સ્ત્રી સશસ્ત્રિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત, આ ગુજરાતી ફિલ્મની વાર્તા પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે. જેને ધ્રુવ ભાટિયાએ કેમેરામાં કંડારી છે.

આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્તથાનના વિષય પર બનનારી ફિલ્મના પોસ્ટરને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.

  1. મિર્ઝાપુર સિઝન 3ની રિલીઝ ડેટ આવી ગઈ, જાણો આ ક્રાઈમ થ્રિલર ક્યારે અને ક્યાં જોવા મળશે ? - MIRZAPUR 3 RELEASE DATE

ABOUT THE AUTHOR

...view details