મુંબઈ: મીલેનિયમ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને આજે 15મી માર્ચે મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રીપોર્ટ્સ અનુસાર અભિનેતાની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. આ સમાચારે ફરી એકવાર બિગ બીના ચાહકોમાં ડર ફેલાવ્યો છે. જો કે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં જ તેમના ચાહકોમાં રાહતની લાગણી પ્રવર્તી છે. બિગ બીએ પોસ્ટમાં પોતે સ્વસ્થ્ય હોવાનું દર્શાવી તેમના ચાહકોનો આભાર માન્યો છે.
ચાહકોનો આભાર માન્યોઃ બિગ બીએ આજે બપોરે 12 કલાકે હોસ્પિટલમાંથી તેમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી. આ પોસ્ટમાં અભિનેતાએ લખ્યું છે કે, 'હંમેશા આભારી'. સર્જરી બાદ રાહત મળતાં અમિતાભ બચ્ચને પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો. બિગ બીની પોસ્ટના લીધે ચાહકોનું ટેન્શન દૂર થયું અને રાહતની લાગણી ફેલાઈ છે.
ગઈકાલે જ ચાહકોને મળ્યા હતા: ઉલ્લેખનીય છે કે, 14 માર્ચે જ બિગ બી પોતાના બંગલા 'જલસા'ની બહાર ફેન્સને મળ્યા હતા. બિગ બીએ પોતાની પોસ્ટમાં ચાહકો સાથેની આ મુલાકાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ પોસ્ટમાં બિગ બી તેમના ફેન્સ સાથે જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે લખ્યું હતું કે, 'ખૂબ જ નમ્ર'.
બિગ બીનું વર્ક ફ્રન્ટઃ અમિતાભ બચ્ચન આ દિવસોમાં ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં પોતાની ટીમ 'માઝી મુંબઈ'ને કારણે ચર્ચામાં છે. બિગ બીની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ વર્ષે 9મેના રોજ અમિતાભ બચ્ચન ફિલ્મ કલ્કી એડી 2898 માં જોવા મળશે. જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટની અભિનીત આ ફિલ્મ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.
- Amitabh Bachchan : અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી જમીન, જાણો તેની કિંમત વિશે...
- અંબાણી પરિવાર, અમિતાભ બચ્ચન સહિત આ હસ્તીઓના નામ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સ્ટેટ ગેસ્ટની યાદીમાં સામેલ