અમદાવાદ : 22 માર્ચ, 2024ના રોજ રિલીઝ થઇ રહેલ હિન્દી ફિલ્મ "વ્હોટ અ કિસ્મત"ના કલાકારો અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાની ફિલ્મ અંગે વધુ માહિતી અર્પિત કરી. આર જી ફિલ્મ્સના રાય પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેક્ટર મોહન આઝાદ છે. વૈષ્ણવી પટવર્ધન અને માનસી સેહગલ સાથે આ ફિલ્મમાં યુદ્ધવીર દહિયા, ટીકૂ તલસાણીયા, ભરત દામોલકર, રોનિત અગ્રવાલ, ભાવના વલસાવર, શ્રીકાંત માસ્કી, આનંદ મિશ્રા, રિયા ચૌધરી અને અતુલ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.
What a Kismat: "વ્હોટ અ કિસ્મત"ના કલાકારો અમદાવાદની મુલાકાતે, 22મી માર્ચે રિલીઝ થશે
મોહન આઝાદ નિર્દેશિત કોમેડી હિન્દી ફિલ્મ 'વોટ એ કિસ્મત' 22મી માર્ચે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. જેના પ્રમોશન માટે હિન્દીના કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી.
Published : Mar 16, 2024, 10:43 AM IST
"વ્હોટ અ કિસ્મત"ની સ્ટારકાસ્ટ: 'ચાંદની બાર'ના લેખકની દિગ્દર્શક તરીકેની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ કે સેરા સેરા દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને આ ફિલ્મ અંશય રાય, લિસા રાય, અખિલેશ રાય અને મધુ મોહન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ માં સ્ટારકાસ્ટ યુધવીર દહિયા, વૈષ્ણવી, માનસી, ટીકુ તલસાનિયા, ભરત દાભોલકર, રોનિત અગ્રવાલ, ભાવના બાલસાવર, શ્રીકાંત મસ્કી, આનંદ મિશ્રા, રિયા ચૌધરી અને અતુલ દ્વિવેદી છે તેમજ મ્યુઝિક નિર્દેશક ગોલ્ડી છે અને સંગીત ઝી મ્યુઝિક પર છે.
કેવી છે ફિલ્મની સ્ટોરી: ફિલ્મ "વ્હોટ અ કિસ્મત"ની સ્ટોરી ચંદૂ (યુદ્ધવીર)ના જીવનની આસપાસ ફરે છે, કે જે એક હારેલ વ્યક્તિ છે, પરંતુ તેમના સપના મોટા છે. તેમની પત્ની આરતી (વૈષ્ણવી) તેમનાથી કંટાળી ગયેલ છે, તેમના નિરાશ બોસ (ભરત) તેમને નોકરીમાંથી હાંકી કાઢવાના છે અને બીજી છોકરી મિની (માનસી) તેમના અસ્તિત્વને પણ સ્વીકાર કરતી નથી. પરંતુ ચંદુના ભાગ્યમાં એક મોટો વળાંક આવે છે અને તેમનું જીવન ઉતાર-ચઢાવ ભર્યું થઇ જાય છે. હવે અન્ય છોકરી પણ તેની સાથે છે. જો કે તેની પત્ની તેને નકારે છે, તેને એટલા પૈસા મળે છે કે ચંદુએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું અને જો તે પૂરતું ન હોય તો તેને મૃત જાહેર કરવામાં આવે છે. પરંતુ ઉત્સાહિત ચંદુને ખ્યાલ નથી આવતો કે નિયતિએ તેની સાથે રમત રમવાનું શરૂ કર્યું છે. ટૂંક સમયમાં જ એક અતિ ઉત્સાહી રિપોર્ટર (શ્રીકાંત), અતિ ઉત્સાહી ઇન્સ્પેક્ટર (રોનિત) અને અતિ સ્માર્ટ એસપી (ટીકુ તલસાનિયા) દ્વારા તેનો પીછો કરવામાં આવશે. તેઓ બધા ઇચ્છે છે કે તે મરી જાય. પણ ચંદુને આશા છે કે ભાગ્યમાં આના કરતાં પણ ઘણું બધું છે. અંતમાં શું થશે તે તો ફિલ્મ થકી જોવું જ રહ્યું.