ગુજરાત

gujarat

ETV Bharat / business

Public stock holding of food grains : અનાજના સાર્વજનિક સંગ્રહના મુદ્દા પર ભારત અડગ, WTO મંત્રી પરિષદમાં મૂકી દરખાસ્ત - PMGKAY

અબુ ધાબીમાં ચાલી રહેલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં ભારત ખાદ્ય અનાજ માટે જાહેર સ્ટોક હોલ્ડિંગ પ્રોગ્રામને કાયમી સુવિધા બનાવવાના પડકારનો સામનો કરી રહ્યું છે. પરંતુ ભારત શા માટે કાયમી ઉકેલ માટે દ્રઢ છે ?  ETV Bharat નો વિશેષ અહેવાલ...

અનાજના સાર્વજનિક સંગ્રહના મુદ્દા પર ભારત અડગ
અનાજના સાર્વજનિક સંગ્રહના મુદ્દા પર ભારત અડગ

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 10:47 AM IST

હૈદરાબાદ :અબુ ધાબી ખાતે આજથી શરૂ થનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની (WTO) 13મી મંત્રી પરિષદ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ભારત તેના અનાજના પબ્લિક સ્ટોક હોલ્ડિંગ યોજના માટે કાયમી ઉકેલ મેળવવા માટે આક્રમક રીતે દબાણ કરશે. પબ્લિક સ્ટોક હોલ્ડિંગ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશની ખાદ્ય ખરીદીનો મુખ્ય ભાગ છે. ETV Bharat નો વિશેષ અહેવાલ

ખાદ્યપદાર્થોનો જાહેર સ્ટોક હોલ્ડિંગ શું છે ?

WTO અનુસાર જાહેર સ્ટોક હોલ્ડિંગ પ્રોગ્રામ્સનો ઉપયોગ કેટલીક સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ખોરાક ખરીદવા, સંગ્રહ કરવા અને વિતરણ કરવા માટે કરવામાં આવે છે. જ્યારે ખાદ્ય સુરક્ષા એક કાયદેસર નીતિ ઉદ્દેશ્ય છે. કેટલાક સ્ટોક હોલ્ડિંગ કાર્યક્રમોને વેપાર માટે વિકૃત માનવામાં આવે છે. જ્યારે તેમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવે ખેડૂતો પાસેથી ખરીદીનો સમાવેશ થાય છે, જેને "સંચાલિત" ભાવ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતીય સંદર્ભમાં લઘુત્તમ સમર્થન કિંમત (MSP) છે. સરકાર વિવિધ ખરીફ અને રવિ પાકો માટે નિર્ણય લે છે.

ખાદ્યપદાર્થોનો જાહેર સ્ટોક હોલ્ડિંગ શું છે ?

વચગાળાની "શાંતિ કલમ" :

2013 માં યોજાયેલી બાલી મંત્રી સ્તરીય પરિષદમાં સભ્યો વચગાળાના ધોરણે સંમત થયા હતા કે, વિકાસશીલ દેશોમાં જાહેર સ્ટોક હોલ્ડિંગ કાર્યક્રમોને કાયદેસર રીતે પડકારવામાં આવશે નહીં, ભલે વેપાર-વિકૃત સ્થાનિક સમર્થન માટેની દેશની સંમત મર્યાદાનો ભંગ થતો હોય. તેઓ આ મુદ્દાના કાયમી ઉકેલ માટે વાટાઘાટો કરવા પણ સંમત થયા હતા. ત્યારે ભારત સફળતાપૂર્વક દલીલ કરી શક્યું હતું કે અનાજના સાર્વજનિક સ્ટોક હોલ્ડિંગ પર મર્યાદાની બહારની સબસિડી આવશ્યક છે, કારણ કે તે ભારતીય ખેડૂતોને ટેકો આપવા માટેના ભાવે રાજ્ય દ્વારા ખરીદવામાં આવી હતી. તે પણ સ્વીકારવામાં આવ્યું હતું કે આવા જાહેર સ્ટોક હોલ્ડિંગ કાર્યક્રમો 80 કરોડ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

આ છૂટને "શાંતિ કલમ" તરીકે વર્ણવવામાં આવી, તેમ છતાં કહેવાતી શાંતિ કલમને પાછળથી WTO બેઠકોમાં કાયમી જોગવાઈ કરવામાં આવી નથી. તેના બદલે ત્યારબાદની દરેક મંત્રી પરિષદમાં અસ્થાયી ધોરણે વિસ્તૃત કરવામાં આવી છે.

શા માટે ભારત કાયમી ઉકેલ માટે દબાણ કરી રહ્યું છે ?

ઉભરતી અર્થવ્યવસ્થાને કૃષિ વિકાસ અને ખાદ્ય સુરક્ષાને ટેકો આપવા માટે કૃષિ સબસિડી પૂરી પાડવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત માટે મુખ્ય પડકાર તેને કાયમી સુવિધામાં બનાવવાનો છે. આવા કાયમી ઉકેલ વિના ભારત સબસિડી મર્યાદાના ભંગને લઈને WTO માં વિવાદો ઉભા થવાની સંભાવનાનો સામનો કરી રહ્યું છે. 2013 ની બાલી શાંતિ કલમની તુલનામાં વધુ ઉન્નત શરતો સાથે ભારત જાહેર સ્ટોક હોલ્ડિંગ પર કાયમી ઉકેલ મેળવવા માંગે છે.

PMGKAY હેઠળ ખાદ્ય સુરક્ષા

સદસ્ય દેશો અનાજ અને ખાસ કરીને ચોખા માટે ભારતના લઘુત્તમ ટેકાના ભાવ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. કારણ કે સબસીડીએ વેપારના ધોરણો હેઠળની મર્યાદાનો ત્રણ વખત ભંગ કર્યો હોવાથી ઉકેલ નિર્ણાયક છે. મર્યાદાનો ભંગ થાય તો સભ્ય રાષ્ટ્ર તરફથી કોઈપણ કાર્યવાહી સામે તેના ખાદ્યપદાર્થ પ્રાપ્તિ કાર્યક્રમનું રક્ષણ થાય તે માટે ભારતે WTO ધારાધોરણો હેઠળ 'શાંતિ કલમ' લાગુ કરી છે.

જ્યારે કેટલાક વિકસિત દેશોએ એવી દલીલ કરી છે કે, સબસીડીવાળા દરે જાહેર ખરીદી અને સંગ્રહ વૈશ્વિક કૃષિ વેપારને વિકૃત કરે છે. બીજી તરફ ભારતે જાળવી રાખ્યું છે કે તેઓ ગરીબ અને નબળા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા ઉપરાંત વસ્તીના મોટા વર્ગની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ લગભગ 80 કરોડ ગરીબ લોકોને દર મહિને 5-કિલો મફત અનાજ આપે છે.

PMGKAY હેઠળ ખાદ્ય સુરક્ષા :

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2024 થી આગામી પાંચ વર્ષ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ લગભગ 81.35 કરોડ લાભાર્થીઓ, એટલે ​​​​કે અંત્યોદય અન્ન યોજના (AAY) પરિવારો અને અગ્રતા ઘરગથ્થુ (PHH) લાભાર્થીઓને લાભ મળ્યો છે. તેઓ દર મહિને AAY પરિવાર દીઠ 35 કિલો અનાજ અને PHH ના કિસ્સામાં દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળે છે.

સરકારનું આ પગલું લાભાર્થીઓના કલ્યાણને સુનિશ્ચિત કરવા અને નેશનલ ફૂડ સેફ્ટી એક્ટની (NFSA, 2013) જોગવાઈઓને મજબૂત બનાવવાનું છે. આ અધિનિયમ ગરીબો માટે અનાજની સુલભતા, પોષણક્ષમતા અને ઉપલબ્ધતા તથા સમગ્ર રાજ્યમાં એકરૂપતા પ્રદાન કરે છે.

પ્રોજેક્ટ રિપોર્ટમાંથી ઉપલબ્ધ વિગતો દર્શાવે છે કે AAY પરિવારો અને PHH લાભાર્થીઓને અનાજના વિતરણ માટે કેન્દ્ર દ્વારા વહન કરવામાં આવતી વાર્ષિક ખાદ્ય સબસિડી અને અન્ય કલ્યાણકારી યોજનાઓ રૂ. 2.13 લાખ કરોડની છે. ગરીબો અને અતિ ગરીબ લોકોના આર્થિક બોજને દૂર કરી શકાય તે માટે PMGKAY હેઠળ ખાદ્ય સબસીડી તરીકે ઉક્ત પાંચ વર્ષ માટે રૂ. 11.80 લાખ કરોડનું અનુમાન ધરાવે છે.

  1. WTO 13th Ministerial Conference : ભારતની MSP યોજનાનો મુદ્દો વૈશ્વિક સ્તરે ચર્ચાયો, શા માટે US અને યુરોપ કરી રહ્યું છે વિરોધ ?
  2. Economy Of India: 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ ભારતની યાત્રા સામેના પડકારો

ABOUT THE AUTHOR

...view details