નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેનાથી 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝર્સને ફાયદો થશે. આ એવા યુઝર્સ છે જેઓ 2જી સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. જે યુઝર્સ વોઈસ કોલ અને SMS જેવી બેઝિક મોબાઈલ સેવાઓ પર નિર્ભર હોય છે, પણ તેઓને મોંઘા રિચાર્જ પ્લાનને કારણે ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રિચાર્જ દરમિયાન તેમને બિનજરૂરી ડેટા મળે છે, જેનો તેઓ ઉપયોગ કરી શકતા નથી.
આને ધ્યાનમાં રાખીને TRAIએ 24 ડિસેમ્બરે એક નવી અપડેટ ગાઈડલાઈન જારી કરી હતી, જેમાં ટેલિકોમ કંપનીઓ નવા નિયમોને અનુસરીને સસ્તું પ્લાન લોન્ચ કરશે.
રિચાર્જ પ્લાન 10 રૂપિયાથી શરૂ થશે
નવા નિયમો અનુસાર, એરટેલ, જિયો, BSNL અને Vodafone Idea (Vi) જેવી તમામ ટેલિકોમ કંપનીઓએ ટોપ-અપ વાઉચર્સ આપવા પડશે, જે 10 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, એક મોટા અપડેટમાં, TRAI એ સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) ની માન્યતા 90 દિવસથી વધારીને 365 દિવસ કરી છે. આ ફેરફાર સુનિશ્ચિત કરે છે કે વપરાશકર્તાઓ હવે લાંબા ગાળાના, પોસાય તેવા રિચાર્જ વિકલ્પોનો ઉપયોગ કરી શકશે.