ગુજરાત

gujarat

ETV Bharat / business

કરદાતા ધ્યાન આપે! આ તારીખ પહેલા સંપત્તિ અને આવકનો કરવો પડશે ખુલાસો, નહીંતર થશે 10 લાખ સુધીનો દંડ - INCOME TAX NEWS UPDATE

સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના અધ્યક્ષે કહ્યું છે કે, વિદેશી આવક અને સંપત્તિ 31 ડિસેમ્બર પહેલા જાહેર કરવી પડશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 4:06 PM IST

નવી દિલ્હી:સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના અધ્યક્ષ રવિ અગ્રવાલે કહ્યું છે કે, જે કરદાતાઓએ તેમની વિદેશી આવક અથવા સંપત્તિ તેમના ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)માં જાહેર કરી નથી. આ માટે તેમની પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, આવકવેરા વિભાગ એવા લોકોને SMS અને ઈમેલ મોકલવાની પ્રક્રિયામાં છે જેમણે ઉચ્ચ મૂલ્યની સંપત્તિનો ખુલાસો કર્યો નથી. રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગને માહિતીના સ્વચાલિત આદાન-પ્રદાન હેઠળ દેશમાંથી વિદેશી સંપત્તિ વિશેની તમામ વિગતો મળે છે. નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) ખાતે કરદાતા લાઉન્જના ઉદ્ઘાટન વખતે તેમને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે, મૂળ ઉદ્દેશ્ય કરદાતાઓને વિદેશી સંપત્તિ જાહેર કરવા માટે યાદ અપાવવાનો છે. તેઓ 31 ડિસેમ્બર સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકશે.

તમને જણાવી દઈએ કે જો તમે એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે ફાઈલ કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ રિટર્નમાં વિદેશી સંપત્તિનો ખુલાસો કર્યો નથી, તો તમારે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમારે 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

આ રિપોર્ટ બાદ હવે કરદાતાઓએ વિદેશમાં રહેલી તેમની તમામ પ્રોપર્ટી સહિતની વિગતો જાહેર કરવાની રહેશે. જો આ માહિતી 31 ડિસેમ્બર સુધીમાં આવકવેરા વિભાગને નહીં આપવામાં આવે તો કરદાતાને મસમોટો દંડ કરવામાં આવી શકે છે. આથી તમામ કરદાતાઓએ આ અંગે ખાસ ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો:

  1. Bluesky શું છે, ઝડપથી વિકસતું સામાજિક પ્લેટફોર્મ Elon Musk ના X ને છોડી અહીં શિફ્ટ થઈ રહ્યા છે યુઝર્સ?
  2. પહેલીવાર લગ્નની સીઝન દરમિયાન સસ્તું થશે સોનું? દિવાળી બાદથી 10 દિવસમાં આટલો ઘટી ગયો ભાવ

ABOUT THE AUTHOR

...view details