મુંબઈ :આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન સપાટ વલણ બાદ ગગડવા લાગ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.
BSE Sensex : આજે 5 ફેબ્રુઆરી સોમવારના રોજ BSE Sensex ગતરોજના 72,085 બંધની સામે 184 પોઈન્ટ વધીને 72,269 ના મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 72,386 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે 71,602 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 354 પોઈન્ટ તૂટીને 71,731 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.49 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 82 પોઈન્ટ (0.38%) ઘટાડા સાથે 21,772 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 68 પોઈન્ટના વધારા સાથે 21,921 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,964 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 21,727 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.