મુંબઈઃકારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 193 પોઈન્ટના ઉછાળા સાથે 79,436.90ની સાપટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 24,085.90ની સપાટી પર ખુલ્યો છે.
રેકોર્ડ હાઈ પર ખુલ્યું શેર બજાર, સેન્સેક્સ 193 પોઈન્ટ ઉપર, નિફ્ટી 24 હજારને પાર - Stock Market Update
કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 193 પોઈન્ટના ઉછાળા સાથે 79,436.90ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે, NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 24,085.90ની સપાટી પર ખુલ્યો છે. સંપૂર્ણ સમાચાર જાણવા માટે વાંચો. Stock Market Update
Published : Jun 28, 2024, 9:42 AM IST
ગુરુવારનું બજાર: કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગઈ કાલે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 572 પોઈન્ટના ઉછાળા સાથે 79,246.92ની સપાટી પર બંધ રહ્યો હતો. ત્યારે NSE પર નિફ્ટી 0.79 ટકાના વધારા સાથે 24,058.30ની સપાટી પર બંધ થયો હતો. આપને જણાવી દઈએ કે, BSE મિડકેપ ઇન્ડેક્સ સ્થિર રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો.
કોણ લુઝર્સમાં આવ્યું કોણ ગેનર્સમાં આવ્યું: નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, LTI માઇન્ડટ્રી, વિપ્રો અને NTPC ટોપ ગેનર્સમાં હતા, જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, L&T, આઈશર મોટર્સ, બજાજ ઓટો અને ડિવિસ લેબ ટોપ લુઝર્સમાં હતા. ક્ષેત્રોમાં, IT અને પાવર સૂચકાંકો 1.7 ટકા વધ્યા હતા, જ્યારે PSU બેન્ક ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો થયો હતો.