ગુજરાત

gujarat

ETV Bharat / business

રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર , સેન્સેક્સ 140 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,543 પર - stock market update

કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 140 પોઈન્ટના ઘટાડા સાથે 80,575.64ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.28 ટકાના વધારા સાથે 24,543.80ની સપાટી પર ખુલ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો વિસ્તારથી... stock market update

રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર
રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર (Getty Image)

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 9:57 AM IST

મુંબઈઃકારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 140 પોઈન્ટના ઘટાડા સાથે 80,575.64ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે, NSE પર નિફ્ટી 0.28 ટકાના વધારા સાથે 24,543.80ની સપાટી પર ખુલ્યો છે.

બજાર ખુલતાની સાથે જ LTIMindtree, Apollo Hospitals, Infosys, TCS અને Wipro નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ અને સિપ્લા નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

મોહર્રમ પર શેરબજાર બંધ: ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારે મોહર્રમ નિમિત્તે મૂડી અને ચલણ બજાર સહિત શેરબજાર બંધ રહ્યું હતું.

મંગળવારની બજાર: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે 16 જૂલાઈ મંગળવારે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 44 પોઈન્ટના ઉછાળા સાથે 80,708.86ની સપાટી પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.11 ટકાના વધારા સાથે 24,612.55ની સપાટી પર બંધ થયો.

સેન્સેક્સ પર કારોબાર દરમિયાન, HUL, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ અને M&M ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, NTPC અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લુઝર્સમાં હતા.

BSE મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા ડાઉન હતો. ક્ષેત્રોમાં, રિયલ્ટી ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે એફએમસીજી, આઇટી, મેટલ અને ટેલિકોમ 0.3 થી 0.9 ટકા વધ્યો હતો. બીજી તરફ, મીડિયા ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો હતો, જ્યારે પાવર અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details