મુંબઈ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઉછાળા સાથે 78,607.62 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.22 ટકાના વધારા સાથે 23,801.40 પર ખુલ્યો હતો.
ગુરુવારનું બજાર:કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર વધઘટ બાદ સપાટ બંધ રહ્યું. BSE પર સેન્સેક્સ 00 પોઈન્ટના ઉછાળા સાથે 78,472.48 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.10 ટકાના વધારા સાથે 23,750.20 પર બંધ થયો. ટ્રેડિંગના છેલ્લા કલાકો દરમિયાન સ્થિર રહ્યા હતા.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, M&M, મારુતિ સુઝુકી, SBI લાઇફ ઇન્શ્યોરન્સના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ ટ્રેડ થયા હતા. સેક્ટોરલ મોરચે ઓટો, એનર્જી, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેંકમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે મેટલ, એફએમસીજી, મીડિયામાં વેચવાલી જોવા મળી હતી.
આ પણ વાંચો:
- IRCTC ડાઉનઃ દેશભરમાં રેલવે ટિકિટિંગ વેબસાઇટ અને એપ અટકી, રેલવે ટિકિટ બુક થઈ રહી નથી