મુંબઈ :આજે 25 ઓક્ટોબર, શુક્રવારના રોજ ભારતીય શેરબજારની સારી શરૂઆત થઈ હતી. જોકે બજારમાં નબળું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. BSE Sensex 453 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 160 પોઇન્ટ ઘટીને 24,280 પોઈન્ટ નજીક પહોંચ્યો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં ભારે એક્શન નોંધાયું છે. આજે 25 ઓક્ટોબર, શુક્રવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 80,065 બંધ સામે 122 પોઇન્ટ વધીને 80,187 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,399 બંધ સામે 19 પોઇન્ટ વધીને 24,418 પર ખુલ્યો હતો.
શેરબજાર ગગડયું :મજબૂત શરૂઆત બાદ શેરબજારમાં જોરદાર એક્શન નોંધાયું છે. શરુઆતી કારોબારમાં BSE Sensex 453 પોઈન્ટ તૂટીને 79,800 પોઈન્ટ સુધી નીચે ગયો હતો. જ્યારે NSE Nifty પણ 160 પોઇન્ટ ઘટીને 24,280 પોઈન્ટ નજીકની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.
સ્ટોકની સ્થિતિ :આજના ટ્રેડિંગ દરમિયાન NSE માં લિસ્ટેડ કંપનીઓમાં એક્સિસ બેન્ક, ITC, સિપ્લા, સન ફાર્મા અને બ્રિટાનિયાના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ ઈન્ડસઈન્ડ બેંક, NTPC, હીરો મોટોકોર્પ, M&M અને શ્રીરામ ફાઇનાન્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ગુરુવારનું બજાર :કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE પર સેન્સેક્સ 16 પોઈન્ટના ઘટાડા સાથે 80,065 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.08 ટકાના ઘટાડા સાથે 24,415 પર બંધ થયો હતો.
- Nvidia અને Relianceએ ભારતમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે હાથ મિલાવ્યો
- BSNLની નવી શરૂઆત! લોગો અને સ્લોગન બદલ્યા, 7 નવી સેવાઓ કરી શરૂ જાણો...