મુંબઈઃકારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 353 પોઈન્ટના ઉછાળા સાથે 83,538.50 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.43 ટકાના વધારા સાથે 25,524.70 પર ખુલ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, M&M, હિન્દાલ્કો, ONGC નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, LTIMindtree, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એક્સિસ બેંક અને એશિયન પેઇન્ટ્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ગુરુવારનું બજાર: કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 236 પોઈન્ટના ઉછાળા સાથે 83,184.80 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.15 ટકાના વધારા સાથે 25,415.80 પર બંધ થયો.