ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 406 પોઈન્ટ ઘટીને 24,612 પર નિફ્ટી - STOCK MARKET TODAY UPDATE

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું.

શેરબજાર
શેરબજાર ((Getty Image))

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 9:56 AM IST

મુંબઈ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 406 પોઈન્ટના ઘટાડા સાથે 80,600.56 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.56 ટકાના ઘટાડા સાથે 24,612.10 પર ખુલ્યો.

બજાર ખૂલતાંની સાથે એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ITC, ONGC, HCL ટેક નિફ્ટી પર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, મારુતિ સુઝુકી, બજાજ ઑટો, M&M ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

ગુરુવારનું બજાર

કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 494 પોઈન્ટના ઘટાડા સાથે 81,006.61 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.89 ટકાના ઘટાડા સાથે 24,750.10 પર બંધ થયો. લગભગ 1199 શેર વધ્યા, 2580 શેર ઘટ્યા અને 101 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.

નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એલએન્ડટી, પાવર ગ્રીડ કોર્પ અને એસબીઆઈના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે બજાજ ઓટો, શ્રીરામ ફાઇનાન્સ, હીરો મોટોકોર્પ, નેસ્લે અને M&Mના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ (1 ટકા સુધી) સિવાયના ક્ષેત્રોમાં, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલમાં ટ્રેડ થયા હતા, જ્યારે ઓટો, મીડિયા અને રિયલ્ટીમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યા હતા ઘટાડો થયો હતો.

આ પણ વાંચો:

  1. દિવાળી પહેલા SBIએ કરોડો ગ્રાહકોને આપી ભેટ! લોનના વ્યાજ દરમાં ઘટાડો, જાણો કેટલી ઓછી થશે EMI?

ABOUT THE AUTHOR

...view details