મુંબઈઃકારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોન પર બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 187 પોઈન્ટના ઉછાળા સાથે 81,654.95 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.12 ટકાના વધારા સાથે 25,013.00 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, કોટક મહિન્દ્રા બેંક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, NTPC, પાવર ગ્રીડ કોર્પ, M&Mના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે સિપ્લા, અદાણી એન્ટરપ્રાઈઝ, ટ્રેન્ટ, અપોલો હોસ્પિટલ અને HULના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
- સેક્ટરમાં ફાર્મા ઇન્ડેક્સ 1 ટકાથી વધ્યો હતો, આઇટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો હતો, જ્યારે મેટલ, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્સ અને પાવરમાં ખરીદી જોવા મળી હતી.
- BSE મિડકેપ ઇન્ડેક્સ 0.4 ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકા વધ્યો હતો.
- બુધવારે ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર 83.97 પર સ્થિર બંધ રહ્યો હતો, જ્યારે મંગળવારે તે 83.96 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.