મુંબઈઃકારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં વધઘટ જોવા મળી હતી. BSE પર સેન્સેક્સ 166 પોઈન્ટના ઘટાડા સાથે 78,593.07 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,992.55 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટી પર બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એચયુએલ, એચસીએલ ટેક્નોલોજીસ, સિપ્લા અને અદાણી પોર્ટ્સ ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે એચડીએફસી લાઇફ, ભારતી એરટેલ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્ક ટોપ લોઝર્સમાં હતા.
- ઓટો, બેંક અને ટેલિકોમ સિવાય અન્ય તમામ ક્ષેત્રોના સૂચકાંકો ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા.
- આજના કારોબાર બાદ BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સીધી રેખા પર(સપાટ) બંધ થયા છે.