મુંબઈ :કેન્દ્રીય બજેટ 2024 ની જાહેરાત પહેલા જ ચાલુ કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં રોનક હતી. આજે 23 જુલાઈ, મંગળવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex ગત 80,502 ના બંધ સામે 222 પોઇન્ટ વધીને 80,724 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ ગત 24,509 બંધ સામે 59 પોઈન્ટના વધારા સાથે 24,568 ના મથાળે ખુલ્યો હતો.
શેરબજારમાં કડાકો :નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન શેરબજારમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે. બજેટની જાહેરાત વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી સહિત બેન્ક નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ Sensex 850 અને Nifty 258 પોઈન્ટની ડાઉન રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
સ્ટોક્સની સ્થિતિ :ભારતીય શેરબજારમાં NSE સ્ટોક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સ, M&M, HDFC લાઈફ અને ગ્રાસિમ ટોપ ગેઈનર છે. જ્યારે ONGC, શ્રીરામ ફિન, બજાજ ઓટો, પાવર ગ્રીડ અને વિપ્રો ટોપ લૂઝર રહ્યા છે.
કરન્સી અને કોમોડિટી બજાર :ડોલર ઇન્ડેક્સ 104 નજીક સ્થિર છે. જ્યારે ક્રૂડ ઓઈલ 5 સપ્તાહના નીચા સ્તરે અને બ્રેન્ટ ક્રૂડ 82 ડોલરની નજીક છે. સોનું 2400 ડોલરની નીચે લપસી ગયું, જ્યારે ચાંદી 4 સપ્તાહના નીચલા સ્તરની નજીક છે. કોપર સતત છઠ્ઠા દિવસે ઘટીને 3.5 મહિનામાં સૌથી નીચા સ્તરે છે. સાથે જ એલ્યુમિનિયમ પણ 4 મહિનાના નીચા સ્તરે છે.
બજેટ અને બજાર :કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરશે. જેના કારણે રેલવે, કૃષિ, ઇન્ફ્રા અને સંરક્ષણ જેવા કેટલાક ક્ષેત્રના શેરોમાં હલચલ જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટીમાં 42 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકન વાયદા બજારમાં કારોબારમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય ગઈકાલે અમેરિકી બજારમાં IT શેરોમાં તેજી જોવા મળી હતી. યુરોપિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી.
- મોદી-3નું પ્રથમ બજેટ, શું મોટી જાહેરાત કરી શકે છે નાણામંત્રી ?, જાણો પળેપળની અપડેટ
- પ્રથમ બજેટ ક્યારે રજૂ થયું? બજેટ ક્યાં પ્રિન્ટ થાય છે ? બજેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો