મુંબઈ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ આગામી આદેશો સુધી ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરમાં ટ્રેડિંગ બંધ કરી દીધું છે. આજે 23 ડિસેમ્બરે, ઓપનિંગ સેશનમાં, ભારત ગ્લોબલ ડેવલપર્સના શેર પાંચ ટકાની નીચલી સર્કિટ પર પહોંચ્યા હતા. નિયમનકારે કંપનીના પ્રમોટરોને અનિશ્ચિત સમય માટે મૂડીબજારમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
16 ડિસેમ્બર, 2024 ના રોજની આ ફરિયાદ, કંપની દ્વારા શંકાસ્પદ નાણાકીય અને ડિસ્ક્લોઝર પ્રેક્ટિસને હાઇલાઇટ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પછી આવી છે. ફરિયાદમાં ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં થયેલા વધારાનો ઉલ્લેખ છે, જે નવેમ્બર 2023 અને નવેમ્બર 2024 વચ્ચે 105 ગણો વધ્યો હતો. 26 ડિસેમ્બર, 2023 ના રોજ શેર દીઠ રૂપિયા 51.43 થી, 23 ડિસેમ્બર, 2024 સુધીમાં શેર 2,304 ટકા વધીને રૂપિયા 1,236.45 થઈ ગયા હતા.
સેબીએ કર્યો ખુલાસો:સેબીની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના નાણાકીય નિવેદનોએ તેની સાચી સ્થિતિને ખોટી રીતે રજૂ કરી છે. રસપ્રદ વાત એ છે કે, ભારત ગ્લોબલ ડેવલપર્સે 2023માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે નગણ્ય આવક, ખર્ચ, સ્થિર સંપત્તિ અને રોકડ પ્રવાહની જાણ કરી હતી. જો કે, માર્ચ 2024 ક્વાર્ટરના તેના નાણાકીય પરિણામોમાં આવક અને ખર્ચ બંનેમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો.