નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કોઈપણ ગીરવે રાખ્યા વગર ખેડૂતો માટે લોનની મર્યાદા રૂ. 1.6 લાખથી વધારીને રૂ. 2 લાખ કરી છે, જે 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે. આ પગલું વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને સહાય આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. નવા નિર્દેશમાં, દેશભરની બેંકોને ધિરાણકર્તા દીઠ રૂ. 2 લાખ સુધીની કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ લોન માટે કોલેટરલ અને માર્જિન આવશ્યકતાઓને માફ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિર્ણય વધતા ઈનપુટ ખર્ચ અને ખેડૂતો માટે લોનની ઉપલબ્ધતા સુધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી 86 ટકાથી વધુ ખેડૂતોને ઘણો ફાયદો થશે જેઓ નાના અને સીમાંત જમીન માલિકો છે.