નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર લોકો માટે ઘણી લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકાર સમાજના એક મોટા વર્ગને લાભ આપવાનો પ્રયાસ કરી રહી છે. આ યોજનામાં 'પીએમ વિશ્વકર્મા યોજના' પણ સામેલ છે, આ યોજનાને સરકાર દ્વારા 2023 માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં મોટી સંખ્યામાં લોકો આ યોજના સાથે જોડાયેલા છે અને તેનો લાભ લઈ રહ્યા છે.
પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય હાથ અને સાધનો વડે કામ કરતા કારીગરો, શિલ્પકારોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો છે. આ યોજનામાં 18 વ્યવસાયોમાં રોકાયેલા કારીગરો અને શિલ્પકારોને આવરી લે છે, જેમ કે સુથાર, હોડી બનાવનારા, બખ્તર બનાવનારા, લુહાર, હથોડી અને ટૂલ કીટ બનાવનારા, તાળા બનાવનાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર, પથ્થર તોડનારા, મોચી, કડિયા, ધોબી, દરજી વગેરે.
પીએમ વિશ્વકર્મા યોજનાના લાભો
PM વિશ્વકર્મા યોજના માટે પાત્ર લોકોને આ યોજનામાં જોડાઈને સસ્તા વ્યાજ દર પર લોન મળે છે. ઉપરાંત, તેના લાભાર્થીને લોન માટે કોઈ ગેરંટીની જરૂર હોતી નથી. યોજના હેઠળ, લાભાર્થીને 18 મહિના અને 30 મહિનાની મુદત સાથે 1 લાખ અને 2 લાખ રૂપિયાના બે હપ્તામાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.
તાલીમ દરમિયાન દરોજ્જ મળે છે 500 રૂપિયા
આ યોજનામાં જોડાનારા લોકોને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં પણ આવે છે અને જ્યાં સુધી ટ્રેનિંગ ચાલુ રહે ત્યાં સુધી તેમને રોજના 500 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓને ટૂલ કીટ (સાધનો) ખરીદવા માટે 15,000 રૂપિયા પણ આપવામાં આવે છે.