મુંબઈ :કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે તેજીના વલણ સાથે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE Sensex 347 પોઈન્ટના ઉછાળા સાથે 81,679 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 109 પોઈન્ટના વધારા સાથે 24,943 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર :આજે 29 જુલાઈ, સોમવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો તેજીના વલણ સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. BSE Sensex ગત 81,332 બંધની સામે 347 પોઇન્ટ વધીને 81,679 ના મથાળે ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty ગત 24,834 બંધની સામે 109 પોઇન્ટ વધીને 24,943 ના મથાળે ખુલ્યો હતો.
ઓલ ટાઈમ હાઈ :આજે શરુઆતી કારોબારમાં જ બજારમાં તાબડતોડ તેજી નોંધાઈ છે. મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઓલ ટાઈમ હાઈ ગયા છે. BSE સેન્સેક્સે 81,749.34 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી છે. બીજી તરફ NSE નિફ્ટીમાં પણ 24,980.45 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ નોંધાઈ છે.