મુંબઈ :15 એપ્રિલ, સોમવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 929 પોઈન્ટ ઘટીને 73,315 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 180 પોઈન્ટના ઘટાડા સાથે 22,339 ના મથાળે ખુલ્યો હતો. બજારના તમામ મુખ્ય સૂચકાંક નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર : આજે 15 એપ્રિલ, સોમવારના રોજ BSE Sensex ગત 74,244 ના બંધ સામે 929 પોઈન્ટના ઘટાડા સાથે 73,315 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,519 ના બંધની સામે 180 પોઇન્ટ તૂટીને 22,339 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty હળવી રિકવરી સાથે લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
ટોપ ગેઈનર-લુઝર સ્ટોક :બજાર ખુલતાની સાથે જ Sensex પર TCS, નેસ્લે, HCL ટેક અને ઇન્ફોસિસ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, SBI, પાવર ગ્રીડ કોર્પો અને NTPC ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો, મેટલ, ફાર્મા સહિત અન્ય તમામ સેક્ટરમાં વેચવાલી છે.
વૈશ્વિક બજાર :ડોલર ઇન્ડેક્સ પાંચ મહિનાની ઉંચાઈ પાસે 106 પોઈન્ટ નજીક પહોંચ્યો છે. જ્યારે ક્રૂડ ઓઈલ અને સોનામાં સપાટ ટ્રેડિંગ છે. બ્રેન્ટ ક્રૂડ 92 ડોલરની નજીક છે. મધ્ય પૂર્વમાં તણાવની અસર બજાર પર પડી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના સમાચારને કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
- 73 હજારની નજીક પહોંચ્યું સોનું, ચાંદી પણ ઉછળી, જાણો આજે શું છે સોનાચાંદીના ભાવ
- શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 192 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 22,688 પર