મુંબઈ :નવેમ્બર મહિનાના ચાલુ અઠવાડીયે રોકાણકારો માટે ભારતીય શેરબજારમાં કમાણી કરવાની મોટી તક છે. આજે 11 ડિસેમ્બરથી મોબીક્વિક, વિશાલ મેગા માર્ટ અને સાઈ લાઈફ સાયન્સ લિ. ના ઇનિશિયલ પબ્લિક ઑફરીંગ (IPO) ખુલ્યા છે. આ ત્રણ કંપની કુલ 11,614 કરોડના ફંડ સાથે બજારમાં આવ્યા છે.
- વન મોબીક્વિક સિસ્ટમ્સ IPO:
આજે One MobiKwik Systems નો IPO ખુલ્યો છે. આ એક ફિનટેક કંપની છે, જે દ્વિપક્ષીય પેમેન્ટ નેટવર્ક સર્વિસ દ્વારા ગ્રાહકો અને વેપારીઓ બંનેને સેવા પૂરી પાડે છે. આ કંપની ગ્રાહક ચૂકવણી સેવા હેઠળ UPI, Mobikwik વૉલેટ, પોકેટ UPI, કાર્ડ અને પે-લેટર જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. હાલમાં આ કંપની પાસે 161 મિલિયન વપરાશકર્તાઓ અને 4.26 મિલિયન વેપારીઓ રજીસ્ટર્ડ છે.
IPO ખુલવાની તારીખ: 11 ડિસેમ્બર, 2024
IPO બંધ થવાની તારીખ: 13 ડિસેમ્બર, 2024
ઈસ્યુ સાઈઝ પ્રતિ શેર: રૂ. 265- 279
લોટ સાઈઝ: 53
ઈશ્યુ સાઈઝ: રૂ. 572 કરોડ
સબ્સ્ક્રાઇબર: 3.37x
- વિશાલ મેગા માર્ટ લિ. IPO:
સુપરમાર્કેટ ક્ષેત્રની મોટી કંપની વિશાલ મેગા માર્ટનો (Vishal Mega Mart Ltd) IPO 8000 કરોડના ફંડ સાથે ખુલ્યો છે. આ સંપૂર્ણ રીતે Offer for Sale છે, એટલે કે આ પબ્લિક ઓફરમાં કંપની ફ્રેશ શેર લોન્ચ નથી કરી રહી, તેના બદલે શેરહોલ્ટર તેમના કેટલાક શેર વેચી રહ્યા છે.
IPO ખુલવાની તારીખ: 11 ડિસેમ્બર, 2024
IPO બંધ થવાની તારીખ: 13 ડિસેમ્બર, 2024
ઈસ્યુ સાઈઝ પ્રતિ શેર: રૂ. 74-78
લોટ સાઈઝ: 190
ઈશ્યુ સાઈઝ: રૂ. 8,000 કરોડ
સબ્સ્ક્રાઇબર: 0.22x
- સાંઈ લાઈફ સાયન્સ લિ. IPO :
સાંઈ લાઈફ સાયન્સ લિ.(Sai Life Science Ltd) નો IPO 3,042.62 કરોડના ફંડ સાથે ખુલ્યો છે. Kfin Technologies રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહી છે, જ્યારે કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેફરીઝ ઈન્ડિયા, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની અને IIFL સિક્યોરિટીઝ ઈશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે.
IPO ખુલવાની તારીખ: 11 ડિસેમ્બર, 2024
IPO બંધ થવાની તારીખ: 13 ડિસેમ્બર, 2024
ઈસ્યુ સાઈઝ પ્રતિ શેર: રૂ. 522-549
લોટ સાઈઝ: 27
ઈશ્યુ સાઈઝ: રૂ. 3,042.62 કરોડ
સબ્સ્ક્રાઇબર: 0.06x
- હાલમાં ચાલી રહેલા મહત્વના IPO
ધનલક્ષ્મી ક્રોપ સાયન્સ લિમિટેડ IPO :
ધનલક્ષ્મી ક્રોપ સાયન્સ લિમિટેડનો (Dhanlaxmi Crop Science Ltd) IPO રુ. 23.80 કરોડની ઈશ્યુ સાઈઝ સાથે 9 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો. જેમાં લોટ સાઈઝ 2000 શેર સાથે ઈસ્યુ સાઈઝ પ્રતિ શેર રુપિયા 52-55 સુધી હતી. જે અત્યાર સુધી 20.73x ભરવામાં આવ્યો છે. IPO ભરવાનો આજે 11 ડિસેમ્બર છેલ્લો દિવસ છે.
ટૉસ ધ કોઈન લિમિટેડ IPO :
ટૉસ ધ કોઈન લિમિટેડનો (Toss the Coin Ltd) IPO રુ. 9.17 કરોડની ઈશ્યુ સાઈઝ સાથે 10 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો. જેમાં લોટ સાઈઝ 600 શેર સાથે ઈસ્યુ સાઈઝ પ્રતિ શેર રુપિયા 172-182 સુધી હતી. જે અત્યાર સુધી 216.78x ભરવામાં આવ્યો છે. IPO ભરવાનો છેલ્લો દિવસ 12 ડિસેમ્બર છે.
જંગલ કેમ્પ્સ ઈન્ડિયા લિમિટેડ IPO :
જંગલ કેમ્પ્સ ઈન્ડિયા લિમિટેડનો (Jungle Camps India Ltd) IPO રુ. 29.42 કરોડની ઈશ્યુ સાઈઝ સાથે 10 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો. જેમાં લોટ સાઈઝ 1600 શેર સાથે ઈસ્યુ સાઈઝ પ્રતિ શેર રુપિયા 68-72 સુધી હતી. જે અત્યાર સુધી 81.25x ભરવામાં આવ્યો છે. IPO ભરવાનો છેલ્લો દિવસ 12 ડિસેમ્બર છે.
પર્પલ યુનાઈટેડ સેલ્સ લિમિટેડ IPO :
જંગલ કેમ્પ્સ ઈન્ડિયા લિમિટેડનો (Purple United Sales Ltd) IPO આજથી રુ. 32.81 કરોડની ઈશ્યુ સાઈઝ સાથે ખુલ્યો દિવસ છે. જેમાં ઈસ્યુ સાઈઝ પ્રતિ શેર રુપિયા 121-126 સુધી છે તથા લોટ સાઈઝ 1000 શેર રાખવામાં આવી છે. જે અત્યાર સુધી 2.33x ભરવામાં આવ્યો છે. IPO ભરવાનો છેલ્લો દિવસ 13 ડિસેમ્બર, 2024 છે.
ઇન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડ IPO :
ઇન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડનો (Inventurus Knowledge Solutions Ltd) IPO રુ. 2,497.92 કરોડની ઈશ્યુ સાઈઝ સાથે 12 ડિસેમ્બરથી ખુલશે. જેમાં 11 શેર લોટ સાઈઝ સાથે પ્રતિ શેર રુપિયા 1265-1329 ઈસ્યુ સાઈઝ રાખવામાં આવી છે. IPO ભરવાનો છેલ્લો દિવસ 16 ડિસેમ્બર છે.
ઇન્ટરનેશનલ જેમમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા લિમિટેડ IPO :
ઇન્ટરનેશનલ જેમમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા લિમિટેડનો (International Gemmological Institute India Ltd) IPO રુ. 4,858.45 કરોડની ઈશ્યુ સાઈઝ સાથે 13 ડિસેમ્બરથી ખુલશે. જેમાં 35 શેર લોટ સાઈઝ સાથે પ્રતિ શેર રુપિયા 397-417 ઈસ્યુ સાઈઝ રાખવામાં આવી છે. IPO ભરવાનો છેલ્લો દિવસ 17 ડિસેમ્બર છે.
- FY25માં GDP ગ્રોથ રેટ RBIના અનુમાનથી ઓછો રહેશે: SBI
- આગામી સપ્તાહમાં મોબિક્વિક સહિત ખુલી રહ્યા છે મોટા IPO