ગુજરાત

gujarat

ETV Bharat / business

રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળવી છે ? જાણો કેટલી છે ટિકિટ અને કેવી રીતે બુક કરી શકાય ? - REPUBLIC DAY PARADE 2025

જો આપ રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટેનું આયોજન કરી રહ્યાં છો, તો જાણી લો આ સંપૂર્ણ માહિતી...

પ્રજાસત્તાક દિવસની પરેડ
પ્રજાસત્તાક દિવસની પરેડ (ફાઈલ ફોટો ANI)

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2025, 5:03 PM IST

નવી દિલ્હી: આપણા દેશ ભારતમાં 26 જાન્યુઆરી રવિવારે 76માં ગણતંત્ર દિવસની ઉજવણી થનારી છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રજાસત્તાક દિવસનું મુખ્ય આકર્ષણ એ પરેડ છે, જેમાં દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવે છે. આ વર્ષે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો આવી રહ્યાં છે, જ્યારે પરેડની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે.

દરમિયાન, સંરક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડ 2025ના સાક્ષી બનવા માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે મુલાકાતીઓને સરકાર દ્વારા જાહેર કરાયેલા માન્ય ફોટો ઓળખ કાર્ડ સાથે જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. તંત્રએ લોકોને બેગ પ્રતિબંધ સહિત તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ પણ આપી હતી.

આ પહેલા મંત્રાલયે ગણતંત્ર દિવસની પરેડ માટે ટિકિટના ભાવ પણ જાહેર કર્યા હતા. આવી સ્થિતિમાં, જો તમે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવાનું વિચારી રહ્યા છો, તો તમે તેના માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો અને બહુપ્રતિક્ષિત ગણતંત્ર દિવસ પરેડનો ભાગ બની શકો છો.

પ્રજાસત્તાક દિવસ 2025 ટિકિટની કિંમતો?

ગણતંત્ર દિવસની પરેડની ટિકિટ ખરીદવા માટે તમારે પ્રતિ ટિકિટ 20 થી 100 રૂપિયા ચૂકવવા પડશે. બીટીંગ રીટ્રીટ ફુલ ડ્રેસ રીહર્સલ માટે ટિકિટની કિંમત 20 રૂપિયા રાખવામાં આવી છે અને બીટીંગ રીટ્રીટ સેરેમની માટે 100 રૂપિયા પ્રતિ ટિકિટ રાખવામાં આવી છે.

કેવી રીતે ટિકિટ કરવી બુક ?

આ ભવ્ય પરેડની ટિકિટ આમંત્રણ પોર્ટલ (http://aamantran.mod.gov.in) અને એપ્લિકેશન દ્વારા અથવા સમગ્ર દિલ્હીમાં નિયુક્ત કાઉન્ટર પરથી ઓનલાઈન ખરીદી શકાય છે. ટિકિટ બુક કરવા માટે, આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા માન્ય ફોટો આઈડી પ્રૂફની જરૂર પડશે.

જેઓ ઑફલાઇન ટિકિટ ખરીદવા માગતા હોય તેઓ નોર્થ બ્લોક રાઉન્ડ અબાઉટ, સેના ભવન (ગેટ નંબર 2), પ્રગતિ મેદાન (ગેટ નંબર 1), જંતર મંતર (મેઇન ગેટ), શાસ્ત્રી ભવન (ગેટ નંબર 3 પાસે), જામનગર હાઉસની (ઈન્ડિયા ગેટની સામે) લાલ કિલ્લા (15 ઓગસ્ટ પાર્કની અંદર અને જૈન મંદિરની સામે) અને સંસદ ભવન (રિસેપ્શન ઓફિસ) પરથી ટિકિટ ખરીદી શકો છો. અહીં ટિકિટ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે.

  1. પ્રજાસત્તાક દિને ગુજરાત વડનગરના 'કીર્તિ તોરણ' દર્શાવતી આ થીમ આધારિત ઝાંખી દિલ્હીમાં રજૂ કરશે
  2. રાજધાનીમાં છવાયો મણિયારો રાસ, દેશભરમાંથી ટેબ્લોના કલાકારોમાં મેળવ્યો ત્રીજો ક્રમ

ABOUT THE AUTHOR

...view details