નવી દિલ્હી:કેન્દ્ર સરકાર નિવૃત્તિ પછી વૃદ્ધોને સામાજિક સુરક્ષા હેઠળ લાભ આપવા પર વિચાર કરી રહી છે. જેમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે તેમના PF ફંડને પેન્શનમાં કન્વર્ટ કરવાનો વિકલ્પ પણ સામેલ છે. જો સરકાર આ નિયમ લાગુ કરશે તો કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ પેન્શન મેળવવામાં મદદ મળશે.
એવી અપેક્ષા છે કે, સરકાર આગામી નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં સામાજિક સુરક્ષા સાથે સંબંધિત આ નિયમોની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારના નિર્દેશો પર, શ્રમ અને રોજગાર મંત્રાલય પહેલાથી જ સામાજિક સુરક્ષા યોજનાનો વ્યાપ વધારવાના વિકલ્પ પર કામ કરી રહ્યું છે.
અહીં નોંધનીય બાબત એ છે કે, જો કર્મચારીઓને તેમના PF ફંડને પેન્શનમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ મળે છે, તો જે કર્મચારી વૃદ્ધાવસ્થામાં વધુ પેન્શન માંગે છે તે તેના ફંડમાં જમા થયેલી રકમને પેન્શન ફંડમાં મૂકી શકે છે. તેનાથી પેન્શન તરીકે મળતી રકમમાં વધારો થશે.
સરકાર IT સિસ્ટમનો વ્યાપ વિસ્તારવા વિચારી રહી છે:
જાણવા જેવી બાબત એ છે કે, કેન્દ્ર સરકાર PFO સિસ્ટમને પણ બેંકિંગ જેવી બનાવવા પર કામ કરી રહી છે, જેથી કરીને લોકોને બેંકિંગ જેવી સુવિધા મળવા લાગશે કે પછી આ સુવિધાની જાહેરાત બજેટમાં થઈ શકે છે. આ અંગે EPFO શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry of Labour and Employment) સાથે નિયમિત રીતે ચર્ચા કરી રહ્યું છે.
વધારાના યોગદાન પર આવકવેરા મુક્તિ અંગે વિચારણા: