ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતીય શેરબજારમાં કડાકો : Sensex 1000 પોઇન્ટ તૂટ્યો, Nifty 22,800 નજીક - STOCK MARKET UPDATE

આજે 12 ફેબ્રુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. જોકે, બાદમાં નબળા વલણને કારણે તમામ મુખ્ય સૂચકાંક રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2025, 11:19 AM IST

મુંબઈ :આજે 12 ફેબ્રુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્લું હતું. આજે BSE Sensex 105 પોઈન્ટના ઘટાડા સાથે 76,188 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 21 પોઈન્ટના ઘટાડા સાથે 23,050 પર ખુલ્યો હતો. જોકે, શરુઆતી કારોબાર સિવાય બજારમાં સતત નબળું વલણ નોંધાતા તમામ સૂંચકાકા ગગડીને નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા છે.

ભારતીય શેરબજાર :આજે 12 ફેબ્રુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty હળવા ઘટાડા સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 76,293 બંધ સામે 105 પોઈન્ટના ઘટાડા સાથે 76,188 ના મથાળે ખુલ્યો છે. બીજી તરફ NSE Nifty ગત 23,071 બંધ સામે 21 પોઈન્ટના ઘટાડા સાથે 23,050 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજાર ગગડયું :નીચા મથાળે ખુલ્યા બાદ શેરબજારમાં શરુઆતી કારોબારમાં રિકવરીનું વલણ નોંધાયું હતું. જોકે, બાદમાં અચાનક બજાર ગગડવા લાગ્યું. BSE Sensex 76,409 ની ડે હાઈ બનાવ્યા બાદ 1021 પોઈન્ટ તૂટીને 75,388 સુધી ડાઉન ગયો હતો. બીજી તરફ NSE Nifty 23,097 ની ડે હાઈ પર ગયા બાદ 300 પોઈન્ટ તૂટીને 22,798 સુધી ડાઉન ગયો હતો.

મુખ્ય સ્ટોકની સ્થિતિ : આજે ભારતીય શેરબજારમાં જોરદાર ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીમાં ટાટા સ્ટીલ (0.85), લાર્સન (0.83), ટાટા મોટર્સ (0.81), બજાજ ફિનસર્વ (0.80) અને ટેક મહિન્દ્રા (0.49)ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક (-2.24), રિલાયન્સ (-2.02), પાવર ગ્રીડ કોર્પ (-1.99), ITC (-1.83) અને અદાણી પોર્ટ્સ (-1.51) ના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

  1. ટ્રમ્પનો આદેશ વિદેશી લાંચખોરીના કાયદા પર રોક, અદાણી ગ્રુપને મળી રાહત
  2. UPI માં કેવી રીતે વધશે ઘરે બેઠા ટ્રાન્ઝેક્શન લિમિટ, સેકન્ડ્સમાં થઈ જશે કામ

ABOUT THE AUTHOR

...view details