ગુજરાત

gujarat

ETV Bharat / business

સપાટ ખુલ્યું ભારતીય શેરબજાર : Sensex 117 પોઈન્ટ ઉપર, Nifty 25,000 પાર - Stock Market Update - STOCK MARKET UPDATE

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર સપાટ ખુલ્યું છે. BSE Sensex 117 પોઈન્ટના ઉછાળા સાથે 81,815 પર ખુલ્યો છે. NSE Nifty પણ 14 પોઇન્ટ વધીને 25,024 પર ખુલ્યો હતો. Stock Market Update

સપાટ ખુલ્યું ભારતીય શેરબજાર
સપાટ ખુલ્યું ભારતીય શેરબજાર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 11:56 AM IST

મુંબઈ :આજે 27 ઓગસ્ટ, મંગળવારના રોજ કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર સપાટ ખુલ્યું છે. BSE Sensex ગત 81,698 બંધ સામે 117 પોઈન્ટના ઉછાળા સાથે 81,815 પર ખુલ્યો છે. NSE Nifty પણ ગત 25,010 બંધ સામે 14 પોઇન્ટ વધીને 25,024 પર ખુલ્યો હતો.

જોકે, શરુઆતથી જ બજારમાં ભારે એક્શન નોંધાયું છે. બજારમાં સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. Nifty Bank પણ 51,335 પોઈન્ટ આસપાસ લાલ નિશાનમાં આગળ વધી રહ્યો હતો.

ભારતીય શેરબજાર : આજે 27 ઓગસ્ટ, મંગળવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક લીલા નિશાન પર ખુલ્યા છે. BSE Sensex ગત 81,698 બંધ સામે 117 પોઈન્ટના ઉછાળા સાથે 81,815 પર ખુલ્યો છે. ત્યારબાદ સતત ઉતાર ચઢાવ વચ્ચે 81,919 પોઈન્ટની ડે હાઈ બનાવી 81,600 સુધી ડાઉન ગયો હતો. જ્યારે NSE Nifty પણ ગત 25,010 બંધ સામે 14 પોઇન્ટ વધીને 25,024 પર ખુલ્યો હતો. નિફ્ટી શરુઆતી કારોબારમાં ભારે એક્શન સાથે 25,073 પોઈન્ડની ઉંચાઈ પર ગયો હતો. સાથે જ 24,973 પોઈન્ટ સુધી ડાઉન ગયો છે.

સ્ટોક્સની સ્થિતિ :બજાર ખુલતાની સાથે જ BSE માં લિસ્ટેડ કંપનીઓમાં લાર્સન, મારુતિ સુઝુકી, ICICI બેંક, સન ફાર્મા અને ઇન્ફોસિસ ટોપ ગેઈનર રહ્યા છે. જ્યારે JSW સ્ટીલ, ટાટા મોટર્સ, NTPC, ટાઈટન કંપની અને HUL નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સાથે HCL ટેક, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ અને મારુતિ સુઝુકી સૌથી એક્ટીવ શેરમાં આગળ છે.

  1. અનિલ અંબાણી પર શેરબજારમાં 5 વર્ષ માટે પ્રતિબંધ, સેબીએ 25 કરોડનો દંડ ફટકાર્યો
  2. જન્માષ્ટમી પર શેરબજારમાં તેજી, સેન્સેક્સ 631 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,000ને પાર

ABOUT THE AUTHOR

...view details