મુંબઈ :આજે 14 મે, મંગળવાર કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 328 પોઈન્ટના ઉછાળા સાથે 73,104 ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 113 પોઈન્ટના વધારા સાથે 22,217 પર બંધ થયો હતો.
ભારતીય શેરબજાર : આજે 14 મે, મંગળવારના રોજ BSE Sensex ઘટાડા સાથે ખુલ્યા બાદ 72,683 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ત્યારબાદ બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે BSE Sensex 73,286 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 328 પોઈન્ટ વધીને 73,104 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.45 ટકાનો વધારો દર્શાવે છે. બીજી તરફ NSE Nifty સપાટ ખુલ્યા બાદ ગગડીને 22,081 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જબરદસ્ત એક્શન વચ્ચે 22,270 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 113 પોઈન્ટ વધીને 22,217 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.51 ટકાનો વધારો દર્શાવે છે.
ઓપનિંગ માર્કેટ :આજે 14 મે, મંગળવારના રોજ શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE Sensex ગત 72,776 બંધ સામે 80 પોઈન્ટ ઘટીને 72,696 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty ગત 22,104 બંધ સામે 8 પોઈન્ટના વધારા સાથે 22,112 પર સપાટ ખુલ્યો હતો.
આજનું ટ્રેડિંગ સેશન : આજના ટ્રેડિંગ દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝ, M&M, હીરો મોટોકોર્પ, ONGC ટોપ ગેનર્સમાં સામેલ હતા. જ્યારે સિપ્લા, TCS, ટાટા કન્ઝ્યુમર અને નેસ્લે ઈન્ડિયામાં ઘટાડા સાથે વેપાર થયો હતો. 175 કરોડ Q4 PAT કો-પોસ્ટ પછી Zomato સ્ટોક 4% ઘટ્યો છે. ક્ષેત્રીય સૂચકાંકમાં નિફ્ટી મેટલ 1.7 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર હતો. ત્યારબાદ નિફ્ટી રિયલ્ટી અને ઓટો 1.5 ટકા વધ્યા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ તથા ઓઇલ એન્ડ ગેસ 0.7 ટકા વધ્યા હતા.
- જથ્થાબંધ મોંઘવારી દર 13 મહિનામાં સર્વોચ્ચ સ્તરે, જીવન જરુરિયાત ચીજવસ્તુઓના ભાવમાં થયો વધારો
- પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે અદ્ભુત, પૈસા રોકશો તો ખતમ થઈ જશે વૃદ્ધાવસ્થાનું ટેન્શન