હૈદરાબાદ:સમગ્ર દેશમાં ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ રહી છે. આમ, ચોમાસાના સમાપ્તિ સાથે જ શિયાળાની શરૂઆત થાય છે. જોકે અહીં મહત્વની બાબત એ છે કે, ચોમાસાની સમાપ્તિ પછી પણ શિયાળાની શરૂઆતની કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી.
તાજેતરમાં IMD દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ભારતમાં આ છેલ્લા ઓક્ટોબરમાં 1901 પછી સૌથી ગરમ ઓક્ટોબરનો અનુભવ કર્યો હતો. જેમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 1.23 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો છે.
શિયાળાની ઋતુનો અનુભવ થઈ શકશે નહીં: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 1 નવેમ્બરના રોજ એક વર્ચુયલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં IMDના જનરલ ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ માહિતી આપતા જણાવ્યું છે કે, આ વખતે કદાચ નવેમ્બરમાં શિયાળાની ઋતુનો અનુભવ થઈ શકશે નહીં.
નવેમ્બરમાં વરસાદની સંભાવના દર્શાવતા મહાપાત્રાએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં સક્રિય નીચા દબાણની સિસ્ટમને કારણે પશ્ચિમી વિક્ષેપની ગેરહાજરી અને પૂર્વીય પવનોના પ્રવાહને કારણે હવામાન ગરમ થઈ રહ્યું છે. જેના પરિણામે નવેમ્બરમાં ગરમીની સંભાવના રહી શકે છે.
1901 વર્ષ પછીનું સૌથી ગરમ વર્ષ: તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ઓક્ટોબરમાં સરેરાશ તાપમાન 26.92 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1901 વર્ષ પછીનું સૌથી ગરમ વર્ષ હતું, જે સામાન્ય 25.69 ડિગ્રી સેલ્સિયસ હતું. આ ઉપરાંત લઘુત્તમ તાપમાન પણ સમગ્ર દેશમાં 20.01 ડિગ્રી સેલ્સિયસના સામાન્ય કરતાં 21.85 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
નવેમ્બરને શિયાળાની ઋતુમાં ગણી શકતા નથી:મહાપાત્રાએ જણાવ્યું કે, આ તમામ વાતાવરણીય ફેરફારના કારણે હવામાન વિભાગ નવેમ્બર મહિનાને શિયાળાની ઋતુમાં ગણી શકતા નથી. આમ, ડિસેમ્બરમાં થોડી ઠંડીનો અનુભવ થઈ શકે છે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનાઓમાં શિયાળાની ઠંડી પડી શકે છે.
નવેમ્બર મહિનામાં કયા કેટલું તાપમાન:
મહત્તમ તાપમાન: ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય ભારતના ભાગો અને ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પના ભારતના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. પશ્ચિમ મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તર દ્વીપકલ્પના ભારતના આસપાસના વિસ્તારોમાં સામાન્ય મહત્તમ તાપમાન નીચે રહેવાની શક્યતા છે.
લઘુત્તમ તાપમાન: ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય લઘુત્તમ તાપમાનથી ઉપર રહેવાની શક્યતા છે, જ્યાં સામાન્ય લઘુત્તમ તાપમાન નીચે રહેવાની શક્યતા છે.
નવેમ્બર મહિનામાં કયા કેટલું તાપમાન (IMD) વરસાદની વાત કરીએ તો, દક્ષિણ વિસ્તારોમાં ઉત્તર-પૂર્વ ચોમાસું, નવેમ્બરમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે, આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસે તેવી શક્યતા છે.
નવેમ્બર મહિનામાં કયા કેટલું તાપમાન (IMD) આ પણ વાંચો:
- ગુજરાતનાં ઔદ્યોગિક શહેરોની હવા બની ચિંતાનો વિષય: અમદાવાદ, સુરતમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ
- નવેમ્બર મહિનો ઓક્ટોબર જેવો ગરમ રહેશે! હવામાન વિભાગ તરફથી મોટી અપડેટ