અમદાવાદ:પશ્ચિમ રેલવે અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે.આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે, ટિકિટનું બુકિંગ 16 એપ્રિલથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન: ટ્રેન નંબર 09403 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ અમદાવાદથી બુધવાર, 17 એપ્રિલ, 2024ના રોજ સવારે 09:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:00 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09404 ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ગોરખપુરથી ગુરુવાર, 18 એપ્રિલ 2024 ના રોજ 17:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:40 કલાકે અમદાવાદ પહોંચશે.
બંને દિશામાં માર્ગમાં સ્ટેશનો પર રોકાશે: બંને દિશામાં, આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે.