ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નંદીગ્રામ હિંસા અંગે રાજ્યપાલે મમતા બેનર્જી પાસેથી રિપોર્ટ માંગ્યો, જાણો શું કહ્યું... - West Bengal Violence Case - WEST BENGAL VIOLENCE CASE

પશ્ચિમ બંગાળમાં ભાજપ મહિલા કાર્યકર્તાની હત્યા થતા ત્યાં ભાજપ પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરદાર વિરોધ થઇ રહ્યો છે. એવા સંજોગોમાં રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી આ અંગે રિપોર્ટ માંગી છે. જાણો શું છે સંપૂર્ણ મામલો. West Bengal Violence Case

બોસે મુખ્ય પ્રધાન બેનર્જીને આદર્શ આચાર સંહિતાના અનુસાર બનેલ ઘટના માટે જરૂરી પગલાં લેવાનું સૂચવ્યું
બોસે મુખ્ય પ્રધાન બેનર્જીને આદર્શ આચાર સંહિતાના અનુસાર બનેલ ઘટના માટે જરૂરી પગલાં લેવાનું સૂચવ્યું (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 12:42 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં એક વૃદ્ધ મહિલાની હત્યાને થઇ હતી. જેને લઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોસે મમતા બેનર્જીને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું અને તે માટેની રિપોર્ટ તેમના સુધી પહોંચાડવાનું કહ્યું છે.

બ્લડ બાથ: બોસે મુખ્ય પ્રધાન બેનર્જીને "બ્લડ બાથ" થઇ રહ્યું છે તેને બંધ કરવાનું કહ્યું છે. ઉપરાંત આદર્શ આચાર સંહિતાના અનુસાર બનેલ ઘટના માટે જરૂરી પગલાં લેવાનું સૂચવ્યું છે. ગુરુવારે સાંજે રાજ્ય સચિવને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્યપાલે ભારપૂર્વક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, બંધારણનો ઉલ્લંઘન કરતી બધી બાબતોને ગંભીરતાથી લેવામાં આવે યોગ્ય દિશામાં પગલાં લેવાય તેની ખાતરી માંગી છે.

ભાજપના કાર્યકરોનો વિરોધ પ્રદર્શન: આ પહેલા, પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે નંદીગ્રામમાં અનુસૂચિત જાતિ સમુદાયની એક મહિલા ભાજપ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ભાજપના કાર્યકરોએ આ મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. જ્યાં મહિલાની હત્યા કરવામાં આવી હતી, તે વિસ્તાર તમલુક લોકસભા સીટ હેઠળ આવે છે અને તેને બંગાળના વિપક્ષી નેતા શુભેંદુ અધિકારીનો ગઢ પણ માનવામાં આવે છે. અહીંના વિસ્તારમાં 25મી મેના રોજ મતદાન થવાનું છે.

હત્યા પાછળ ટીએમસી સમર્થિત ગુંડાઓનો હાથ: મહિલા કાર્યકરની હત્યાને લઈને વિરોધ દર્શાવતા બીજેપી કાર્યકર્તાઓએ ગુરુવારે નંદીગ્રામમાં ટાયરો સળગાવી દીધા, રસ્તા રોક્યા અને દુકાનો બંધ કરી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સોનાચુરા ગામમાં ભાજપ પાર્ટીના કાર્યકર રતિબાલા અર્હીની હત્યા પાછળ ટીએમસી સમર્થિત ગુંડાઓનો હાથ છે.

અન્ય સાત લોકો ઘાયલ: પોલીસે આ મુદ્દે જણાવતા કહ્યું કે, બુધવારે રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા રતિબાલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો પુત્ર સંજય અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા અને તેને કાબૂમાં લાવવા માટે પોલીસ, કેન્દ્રીય દળો અને આરએએફના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હત્યાના સંબંધમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details