કોલકાતા: પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજના તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત છે. આ ઘટના બાદ કડક કાયદો બનાવવાની સતત માંગ ઉઠી રહી છે. તે જ સમયે, વિરોધ પક્ષો સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
આ સંબંધમાં મમતા બેનર્જીએ આજે સોમવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં સીએમ મમતા બેનર્જી એક બિલ રજૂ કરશે, જેમાં બળાત્કારના ગુનેગારોને દસ દિવસમાં ફાંસીની સજા આપવાનો પ્રસ્તાવ છે. સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ આ સત્ર બે દિવસનું છે અને આ બિલ મંગળવારે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટી પણ આ બિલને સમર્થન આપશે.
આપને જણાવી દઈએ કે, ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ સામે ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. આ તબીબોની માંગ છે કે અભયાને કોઈપણ ભોગે ન્યાય મળવો જોઈએ અને બળાત્કારના ગુનેગારોને ફાંસીની સજા મળવી જોઈએ. આ સાથે સીએમ મમતા બેનર્જીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.ૉ
આ ઘટનાના વિરોધમાં થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થી સંઘે બંગાળ બંધનું એલાન આપ્યું હતું. આ બંધ સફળ ન થાય તે માટે સમગ્ર શહેરમાં 6 હજાર જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. વધી રહેલા વિરોધને જોતા પોલીસે હાવડા બ્રિજ પાસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતાં.
- કોલકાતા રેપ-મર્ડર કેસમાં વાયરલ ઓડિયો પર વિવાદ, પોલીસે હોસ્પિટલ પર કર્યો આક્ષેપ - Kolkata rape murder case
- '10 પોક્સો કોર્ટ અને 88 ફાસ્ટ-ટ્રેક કોર્ટ...', મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખ્યો - MAMATA BANERJEE WRITES PM MODI