હૈદરાબાદ:દેશભરમાં ચોમાસાની ઋતુ સમાપ્ત થવાના આરે છે. સામાન્ય રીતે જૂન-જુલાઇથી શરૂ થતી ચોમાસાની ઋતુ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થાય છે. જોકે હાલ સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થઈ ગયો છે અને ઓકટોબર મહિનાની શરૂઆત થઈને અંદય સુધી પહોંચવામાં આવ્યો છે, ત્યારે ચોમાસું હજી વિદાય લેવાનું નામ લેતું નથી. દેશના ઉત્તર રાજ્યોમાં ચોમારું ઉતારી રહ્યું છે. તો બીજી તરફ દક્ષિણ રાજ્યોમાં એલર્ટની પરિસ્થિતિ છે.
ભારતીય હવામાન વિભાગના રજૂ કરેલ ડેટા અનુસાર 15 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. આ માહિતી અનુસાર 15 ઓક્ટોબરે તામિલનાડુમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેથી અહીં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે તટવર્તી આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટકમાં મધ્યમ વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કોંકણ અને ગોવામાં યેલો એલર્ટ સાથે તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે.